ધામપુર સુગર મિલે કોરોનાવાઇરસની ફાઇટ સામે હવે હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કરવાનું શરુ કર્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જને પોતાની એક રિલીઝ માં ઇન્ફોર્મ કર્યું છે કે ધામપુર સુગર મિલે પોતાના બિજનૌર જિલ્લા સ્થિત ધામપુર શહેરમાં પોતાના યુનિટમાં હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન 29 માર્ચથી શરુ કર્યું છે.
સ્ટોક એક્સચેન્જને જાહેર કર્યા બાદ તુરંત જ ધામપુર સુગર મિલના શેરમાં અપર સર્કિટ લાગી હતી અને સ્ટોક 78.85 પર પહોંચી ગયો હતો.
ધામપુર સુગર મિલ ની શરૂઆત 1933માં થઇ હતી અને આજે તે ભારતની એક ચુનંદી સુગર કંપની છે. આ સમાચાર બહાર આવતા જ ધામપુર સુગર મિલના શેરમાં 5%ની અપર સર્કિટ લાગી ગઈ હતી.