કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાને વિનંતી કરી છે કે તેઓ કોરોનાવાયરસ લોકડાઉન વચ્ચે અહીંના ખેડૂતોના ઉત્પાદનોને બજારમાં મોકલવામાં મદદ કરે.
શુક્રવારે કે.આર.પુરમ બજારની મુલાકાત લેતા કોંગ્રેસના નેતાએ ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા બાદ મુખ્યમંત્રી સમક્ષ અપીલ કરી હતી. ખેડૂતોએ શિવાકુમારને જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ વહન કરતા વાહનોની અવરજવરની મંજૂરીના કેન્દ્ર દ્વારા આદેશ કરવામાં આવ્યા હોવા છતાં પોલીસ તેમના વાહનો બજાર તરફ જતા અટકાવી રહી છે.
\“મને છેલ્લા કેટલાક દિવસોમાં 100 થી વધુ ખેડુતોના કોલ આવ્યા છે. દરરોજ, કોલાર, ચિકલબલાપુર,માલુર અને અન્ય ઘણા સ્થળોએથી ખેડુતો તેમના ખેતીવાડીના માલ વેચવા માટે કેઆર પુરમ માર્કેટમાં આવે છે,પરંતુ પોલીસ દ્વારા તેમના વાહનો રોકી દેવામાં આવે છે. પોલીસ તેમને ફળો અને શાકભાજી વેચવાની મંજૂરી આપતા નથી. હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તેઓ આ બાબતની તપાસ કરે અને ખેડૂતોની મદદ કરે, ”તેમ શિવાકુમારે પત્રકારોને કહ્યું.
“મને ખબર પડી કે 50 થી વધુ વાહનો પાછા મોકલવામાં આવ્યા છે. જો તેઓ ખેડૂતોના હિતો સુરક્ષિત ન કરી શકે તો આ સરકારનો કોઈ ફાયદો નથી. આ સરકાર ખેડૂતોને જરૂરી સહાય પૂરી પાડી રહી નથી, ”એમ તેમણે ઉમેર્યું હતું