ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ઉપભોક્તા છે જેની વાર્ષિક વીજળીની માંગ લગભગ 4.7 ટકા વૃદ્ધિ છે. દેશમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ એપ્રિલથી ઓક્ટોબર 2023 સુધીમાં વીજ ઉત્પાદનમાં 8.18 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાપમાનમાં અભૂતપૂર્વ વધારો, દેશના ઉત્તરીય પ્રદેશમાં ચોમાસાના આગમનમાં વિલંબ અને કોવિડ પછી સંપૂર્ણ વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં એપ્રિલ-ઓક્ટોબર 2023 દરમિયાન 11.16 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
સ્થાનિક કોલસા આધારિત વીજ ઉત્પાદન ઓક્ટોબર 2023 સુધીમાં 686.7 અબજ યુનિટ્સ (BU) સુધી પહોંચશે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ઉત્પન્ન થયેલા 630.7 અબજ યુનિટ (BU) કરતાં 8.88 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
વીજળીની માંગ વધવા છતાં, બ્લેન્ડિંગ માટે કોલસાની આયાત ગત વર્ષના સમાન સમયગાળામાં 25.4 મિલિયન ટનની સરખામણીએ ઓક્ટોબર 2023 સુધીમાં 46.57 ટકા ઘટીને 13.57 MT થઈ છે. આ કોલસાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા અને એકંદર કોલસાની આયાત ઘટાડવાની દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
સરકાર કોલસાના ઉત્પાદનમાં વધુ વધારો કરવાના પ્રયાસો કરી રહી છે. તેનો ઉદ્દેશ્ય કોલસાની ઉપલબ્ધતા વધારવા અને આયાતી કોલસા પર નિર્ભરતા ઘટાડવાનો છે, જેથી વિદેશી હૂંડિયામણના ભંડારને સુરક્ષિત કરી શકાય.