વાયુ વાવાઝોડાની દિશા ફંટાઈ જતા ગુજરાતે રાહતનો સાંસ ભર્યો છે.છેલ્લા ચાર દિવસથી વાયુ વાવાઝોડું સોમનાથ પોરબંદર અને દ્વારકાના દરિયાઈ કિનારવા ત્રાટકવાનો ભય સતાવી રહ્યો હતો ત્યારે હવે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જતા ગુજરાત તરફ ખતરો પૂરો થઇ ગયો છે.
હવામાન ખાતાના જાણવા મુજબ હજુ પણ વરસાદ અને ભારે પવનની અગાઘી ચાલુ છે પણ વાવાઝોડું હવે કોસ્ટલ વિસ્તારના શહેરોને ટચ કાર્ય વગર પસાર થઇ જશે
વાયુ વાવાઝોડાને અનુલક્ષીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને વાવાઝોડાને લઇને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા. સાથે જ મહેસુલ મંત્રી કૌશિક પટેલ, મુખ્ય સચિવ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સહિતના તમામ વિભાગોના વડા હાજર રહ્યા હતા.
ગુજરાતમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા 3 લાખ કરતા પણ વઘારે લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડું અત્યારે ઓમાનના દરિયા તરફ આગળ વધતા ગુજરાત પર તેને ખતરો ઓછો થયો છે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આગામી બે દિવસ સુધી દરિયાઇ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા વાવઝોડાને કારણે ગુજરાતમાં ઓછુ નુકશાન થાય તે માટે અગમચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યસ્થાને લઇને સમુદ્ર કિનારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. ગુજરાતમાં વાવાઝોડને લઇને આર્મી, નેવી, પોલીસ, એનડીઆરએફની ટીમો, સહિત અનેક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ એક બેઠક બોલાવીને વાવાઝોડું ઓમાન બાજુ ફંટાઈ ગયું છે તે માટે સોમનાથ દાદા અને દ્વારિકાધીશનો આભાર માન્યો હતો અને ગુજરાત પર તેમના આશિરવાડથી આ વાવાઝોડું પૂરું થઇ ગયું હોવાનું જણાવ્યું હતું
દરમિયાન ગઈકાલે વિદેશમાં પહોંચ્યા બાદ વડા પ્રધાન મોદીએ વિજય રૂપની સાથે વાતચીત કરીને ગુજરાતના ખબર અંતર પૂછ્યા હતા અને કેન્દ્ર દ્વારા તમામ મદદની ખાતરી આપી હતી
દરમિયાન ગુજરાતમાં વીજ પુરવઠો પણ ભાંઢે જ ચાલુ કરી દેવાયો છે અને નુકશાનીના આંકડા હજુ સુધી ઉપલબ્ધ બન્યા નથી પણ બંદરો બંધ રહેવાને કારણે નિકાસ ન થતા તે નુકશાનીનો અંદાઝ લગાવામાં આવી રહ્યો છે