દિલ્હીમાં જુના E-Pass 17 મેં સુધી વેલીડ રહેશે

લોકડાઉન-3 આજથી શરુ થયું છે ત્યારે પાસ અંગે દેશભરમાં ઘણી વિટંબણા સર્જાણી છે ત્યારે દિલ્હી પોલીસના પીઆરઓ, એમએસ રંધાવાએ રવિવારે કહ્યું કે, પોલીસ દળ દ્વારા જારી કરાયેલ ઇ-પાસ 17 મે સુધી પણ માન્ય રહેશે. આ માટે નવા પાસ કઢાવાની કોઈ આવશ્યકતા નથી.

“દિલ્હી પોલીસે જારી કરેલા ઇ-પાસ 17 મે સુધી માન્ય રહેશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી છૂટછાટમાં સમાવિષ્ટ કરાયેલા લોકોએ પોતાની સાથે માન્ય આઈડી રાખવી જોઈએ,” તેમ રંધાવાએ જણાવ્યું હતું. જોકે દરેકને પોલીસને સહકાર આપવા અપીલ પણ કરી છે. ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.”તેમ રંધાવાએ જણાવ્યું હતું .

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે રાષ્ટ્રીય પાટનગરમાં બે અઠવાડિયાના લોકડાઉન સમયગાળા દરમિયાન પ્રવૃત્તિઓની સૂચિની જાહેરાત કરી હતી.
કેજરીવાલે કહ્યું કે, “સોમવારથી તમામ સરકારી કચેરીઓ ખુલી જશે. આવશ્યક સેવાઓનો વ્યવહાર કરનારાઓની 100 ટકા હાજરી રહેશે. બિનજરૂરી પ્રવૃત્તિઓ સાથે કામ કરતા કચેરીઓમાં ફક્ત 33 ટકા જ હાજરી આપવામાં આવશે.”

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર,સોમવારે સવારે 12:00 વાગ્યા સુધીમાં, દિલ્હીથી 1256 ડિસ્ચાર્જ અને 64 લોકોનાં મોત સાથે 4122 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here