આર્થિક સંકટ વચ્ચે, પાકિસ્તાન સરકારે બુધવારે બિન-જરૂરી અને મોંઘી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. એક મીડિયા રિપોર્ટથી મળેલી માહિતી અનુસાર, રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાને ઘટતા વિદેશી અનામત વચ્ચે આ પગલું ભર્યું છે.
મીડિયા રિપોર્ટમાં ‘જિયો ન્યૂઝ’ના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બિન-આવશ્યક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે, જેનો ઉપયોગ સામાન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવતો નથી. આ માટે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. ડૉલરની વધતી કિંમત અંકુશમાં લેવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે.
અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન યુએસ ડૉલરમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે અને આજે ઓપન માર્કેટમાં રૂ. 200ને સ્પર્શી ગયો છે, જે નાણાકીય બજારોમાં વેપારીઓમાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે.
પાકિસ્તાન બિઝનેસ કાઉન્સિલ (PBC)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એહસાન મલિકે જણાવ્યું હતું કે ઇંધણ, ખાદ્યપદાર્થો, મશીનરી, રસાયણો, દવાઓ માટે આયાત જરૂરી છે. અન્ય સ્થાનિક ઉત્પાદન અને નિકાસ માટે જરૂરી સામગ્રી છે, જેમ કે કપાસ અને માનવસર્જિત ફાઇબર. લગભગ 5 ટકાના નાના ભાગને બાદ કરતાં, આયાત પ્રતિબંધ અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યા વિના કામ કરી શકે છે.”