વિશ્વભરમાં કોરોના સંકટ ચાલુ છે અને અનેક દેશો પ્રભાવિત પણ થયા છે.પ્રત્યેક દેશનું જનજીવન પણ ઠપ્પ થયું છે ત્યારે જે તે દેશમાં આવશ્યક ચીઝ વસ્તુઓ અંગે પણ દેશ ચિંતિત બન્યા છે ત્યારે દરેક દેશ એ વાતને લઈને સુનિશ્ચિત થવા માંગે છે કે તેમની પાસે આવશ્યક ચીઝ વસ્તુઓનો પૂરતો સ્ટોક પોતાના દેશમાં બની રહે. આ ઉપરાંત દરેક દેશ એ વાત પર આત્મનિર્ભર થવા માંગે છે કે તેમની પાસે ખાંડનો પણ પૂરતો સ્ટોક જમા રહે. ઇજિપ્ત દેશ પણ એ વાત પર સુનિશ્ચિત થવા માંગે છે કે તેમની પાસે પૂરતો સ્ટોક સરપ્લસ રહે જેથી તેમના દેશના લોકોને કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન રહે. આ માટે તેઓ સ્ટોક જમા પણ કરી રહ્યા છે અને હવે ઇજિપ્ત પાસે 5 મહિના ચાલે તેટલી ખાંડનો જથ્થો મોજુદ થઇ ગયો છે.
પુરવઠા મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે ઇજિપ્તના વ્યૂહાત્મક અનામતમાં 2 મિલિયન ટન ખાંડ છે, જે પાંચ મહિનાથી વધુ વપરાશ માટે પૂરતી છે.
ઇજિપ્તના વડા પ્રધાન મુસ્તફા મડબૌલીએ તાજેતરમાં કહ્યું હતું કે કોરોનો વાયરસ રોગચાળા દરમિયાન, સપ્લાયની ખાતરી કરવા માટે છ મહિના સુધી ખાંડ સહિત અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પૂરતા ભંડારમાં વધારો કરવાનું લક્ષ્યાંક છે.