કોરોનાને કારણે મિલોનાસંચાલન નફામાં થયેલા ઘટાડા અને દેવામાં વધારો થવાથી સુગર મિલોની ક્રેડિટ ગુણવત્તા પર અસર થવાની ધારણા છે. ક્રિસિલ દ્વારા રેટિંગમાં સામેલ કરાયેલ 26 સુગર કંપનીઓના વિશ્લેષણ મુજબ, આ અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. 31 માર્ચ 2020 સુધીમાં આ 26 મિલોનું 11,000 કરોડ રૂપિયાનું દેવું છે.
ક્રિસિલ રેટિંગ અનુસાર, રોગચાળાના સતત સંકટ, ખાંડનોઓદ્યોગિક ઉપયોગ ઘટતાં, ઇથેનોલની ઓછી માંગ અને નિકાસ ઘટતા તેના પગલે સ્થાનિક સુગર મિલોનો ઓપરેટિંગ નફો 150-300 બેઝિસ પોઇન્ટ ઘટીને 7.5-9.5 ટકા રહેવાની સંભાવના છે.
કોવિદ-19ને કાબૂમાં લેવા દેશવ્યાપી લોકડાઉન બાદ ખાંડના વેચાણમાં થયેલા ઘટાડાને કારણે સુગર ઉદ્યોગમાં કેશ લીકવીડિટીની કટોકટી સર્જાઈ છે. જેના કારણે સુગર મિલો પણ શેરડીના ખેડુતોને ચુકવણી કરવામાં નિષ્ફળ ગઈ છે. હોટલ અને રેસ્ટોરન્ટ સહિતની તમામ ખાદ્યપદાર્થો બંધ છે. આવી સ્થિતિમાં, કન્ફેક્શનર્સ, બેકરી ઉત્પાદકો અને કોલ્ડ્રીંક કંપનીઓ જેવા ખાંડના મોટા ખરીદદારો હાલ ખરીદી કરી રહ્યા નથી.