ઇથેનોલ આધારિત 2023 યામાહા FZ-15 બ્રાઝિલમાં લોન્ચ; આવતા વર્ષ સુધીમાં ભારતમાં આવવાની અપેક્ષા

સાઉ પાઉલો : Yamaha FZ-15 મોટરસાઇકલ બ્રાઝિલના માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી છે. આ બાઇકની એક મોટી ખાસિયત એ છે કે તે ઇથેનોલની સાથે પેટ્રોલ પર પણ ચાલી શકે છે. આ સિવાય કંપનીએ તેની ડિઝાઇન અને એક્સટીરિયરને આકર્ષક બનાવવા માટે ઘણા મોટા ફેરફારો પણ કર્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બાઇકને બ્રાઝિલમાં Fazer FZ-15 તરીકે ઓળખવામાં આવે છે. જો કે, તે ભારતમાં FZ V3 તરીકે અપડેટ અવતારમાં ઓફર કરી શકાય છે. હાલમાં, કંપની દ્વારા તેને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આગામી વર્ષ સુધીમાં તે દેશમાં આવવાની ધારણા છે.

બહારથી, તે હવે અપડેટેડ હેડલેમ્પ સેટઅપ મેળવે છે જે ભારતીય બજારમાં વેચાતી મોટી FZ25 મોટરસાઇકલ જેવું જ છે. 2023 માટે, બાઇકને ત્રણ કલર વિકલ્પો – રેસિંગ બ્લુ, મિડનાઇટ બ્લેક અને મેગ્મા રેડ સાથે અપડેટ કરવામાં આવી છે. જ્યારે ફ્યુઅલ ટાંકીની ક્ષમતા ઘટાડીને 11.9 લિટર કરવામાં આવી છે. તેનું સિંગલ-સિલિન્ડર, 149 સીસી એન્જિન પેટ્રોલ/ગેસોલિન તેમજ સ્ત્રોત ઇંધણ તરીકે ઇથેનોલ પર ચલાવવા માટે સક્ષમ છે. એન્જિન 12.2bhp પાવર અને 12.7Nm ટોર્ક આપે છે. જો કે, આ બાઇક ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી. 2023 માં ભારતીય બજારમાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here