કોરોનાવાઇરસને કારણે ખાંડ કરીને ખાંડ અને શેરડી ઉદ્યોગને ભારે અસર પહોંચી છે.લોકડાઉનને કારણે ખંડણી ડિમાન્ડમાં પણ ભારે ઘટાડો આવ્યો છે.જોકે હવે દેશના ઘણા હિસ્સા ગ્રીન ઝોનમાં આવી જતા કેટલીક દુકાનો ખુલવા પામી છે અને તેનો થોડો ફાયદો આ ઉદ્યોગને પણ થશે પણ તેમ છતાં સુગર મિલોને ખેડૂતને ચૂકવવાના નાણાં નથી અને અધૂરામાં પૂરું ઈથનોલની માંગમાં પણ ભારે ઘટાડો આવતા સુગર મિલોને એક વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈથનોલના ઉત્પાદન અને ડિમાન્ડ અંગે ઉત્તર પ્રદેશની લોની સ્થિત કંપની ડીસીએમ શ્રીરામ ગ્રુપ સુગર મિલના પ્લાન્ટ હેડ પંકજ કુમાર સિંઘે કહ્યું હતું કે કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થઇ જતા રસ્તા પણ દોડનારા વાહનો સનાખ્ય ઘણી ઓછી થઇ ગઈ છે અને તેને કારણે પેટ્રોલની ડિમાન્ડ પણ ઓછી થઇ જતા ઓઇલ માર્કટીંગ કંપનીઓ પણ ઈથનોલના જે ઓર્ડર હતા તેટલી માત્રામાં સ્વીકારતા નથી. પંકજ સિંહે કહ્યું કે યુપી શેરડીનું મોટું રાજ્ય છે અને ઈથનોલનું ઉત્પાદન પણ અહીજ સૌથી વધુ થાય છે.સુગર મિલોને તેમાંથી જ વધારાની અવાક થતી હતી પણ તે પણ ઘટી જતા ખેડૂતોને પૈસા ચુકવવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
પંકજ સિંહે તો કહે છે કે પેટ્રોલમાં ઈથનોલ 10% મિશ્રિત કરવામાં આવે છે તે વધારીને 13% કરવામાં આવે તો ઉદ્યોગને ઘણો ફેર પડી શકે તેમ છે.
પેટ્રોલમાં ઈથનોલ બ્લેન્ડિગની માત્રામાં આવેલા ઘટાડાને લઈને પેટ્રોલિયમ મંત્રાલયના પૂર્વ સલાહકાર વી કે શર્માએ જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે પેટ્રોલની ઓછી ડિમાન્ડને કારણે વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.પણ હવે દેશમાં કામની ગતિ વધી છે અને ઈથનોલની પૂરતી કરવા માટે દરેક રાજ્યોના ડેપોને કહી દેવામાં આવ્યું છે. આવતા દિવસોમાં સિસ્ટમ ગોઠવાઈ જતા આ સમસ્યાનું સમાધાન થઇ શકે છે.