“ઓએમસી દ્વારા પેટ્રોલમાં 9.99% ઇથેનોલનું મિશ્રણ”

નવી દિલ્હી: પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણનું સ્તર 9.99 ટકા પર પહોંચી ગયું છે. ભારતે 2022ના અંત સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ અને 2030 સુધીમાં 20 ટકા મિશ્રણનું લક્ષ્ય નક્કી કર્યું હતું.

ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમનો હેતુ ક્રૂડ ઓઇલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ખેડૂતોની આવક વધારવાનો છે.

પુરીએ સોમવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા આજે પેટ્રોલમાં 9.99% ઇથેનોલ મિશ્રણ હાંસલ કરવામાં આવ્યું છે, જે વર્ષના અંતના લક્ષ્યાંક કરતાં ઘણું આગળ છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત 2025-2026 સુધીમાં 20 ટકા સંમિશ્રણ હાંસલ કરવા માટે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here