ઉત્તર પ્રદેશમાં ઈથનોલ ઉદ્યોગની હિસ્સેદારી 20% થી વધારીને 45% સુધી લઈ જવાશે

ઉત્તર પ્રદેશમાં ડીસ્ટેલરી ઉદ્યોગ ઝડપથી આગળ વધી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે હવે સુગરકેન ની જગ્યા પર મકાઈનો ઉપયોગ વધારે થવા લાગ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ ઇથેનોલનું ઉત્પાદન વધારવાનો છે. વર્તમાન સમયમાં દેશમાં કુલ ઉત્પાદન ઇથેનોલનું જે થઈ રહ્યું છે તેમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 20 ટકા છે, જે આગળ જતા આવનારા સમયમાં 45% થઈ જશે. આ જાણકારી ઉત્તર પ્રદેશ ડીસ્ટેલરી એસોસિએશન ની આંતરરાષ્ટ્રીય સમિટમાં શનિવારે આપવામાં આવી હતી.

એસોસિએશનના અધ્યક્ષ એસ કે શુક્લાએ જણાવ્યું હતું કે બ્રાઝિલ અને અમેરિકાની ભાગીદારી પછી ઈથનોલ ક્ષેત્રે મોટું પરિવર્તન આવી શકે તેમ છે, હવે મકાઈ અને તૂટેલા ભાત વડે પણ ઇથેનોલ બનાવી શકાય છે. આના માટે મકાઈની ખેતી પણ વધારે કરવામાં આવશે. જેમાં વિશેષ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે જેથી કરીને ત્રણ ગણો પાક લઈ શકાશે. આ ટેકનિકને કારણે આ પ્રદેશના ખેડૂતોને પણ સારો નફો મળી રહેશે. આંતરરાષ્ટ્રીય ડીસ્ટેલેરી ઉદ્યોગ અહીંની સુરક્ષિત કાનૂન વ્યવસ્થાને કારણે વધુ ફૂલો ફાલ્યો છે. આવનારા દિવસોમાં લગભગ 10,000 કરોડ રૂપિયાનું રોકાણ સાથે સીતાપુર વારાણસી ગોરખપુર સહિત કેટલાક જિલ્લામાં ઉદ્યોગ લાગી રહ્યા છે. વર્તમાન સમયમાં પણ એક લાખ કિલોમીટર ઇથેનોલ ઉત્પાદન થઈ રહ્યું છે જે વધારીને 10 લાખ કિલો લિટર કરવામાં આવશે. એસોસિએશનના ઉપાધ્યક્ષ મનીષ અગ્રવાલ તેમજ જનરલ સેક્રેટરી રજનીશ અગ્રવાલની સંયુક્ત અધ્યક્ષતામાં આયોજિત થયેલા આંતરરાષ્ટ્રીય સમીટમાં આ માહિતી સાથે સમાપ્ત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here