ચાલુ વર્ષમાં જયારે ખાંડનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થવાનું છે એન ભારત સૌથી મોટો ઉત્પાદક દેશ પણ બની શકે છે ત્યારે સરકાર દ્વારા ઈથનોલના ભાવમાં 25%નો જે વધારો કરવાનો નિર્ણય લીધો છે તે ખાંડ મિલો માટે બહુ જ મોટા રાહતના સમાચાર છે.
ગયા વર્ષે ખાંડની કિમંતમાં લગભગ 18% નો ઘટાડો થયો હતો ત્યારે આ વર્ષે પણ ભારતનું ઉત્પાદન 35.5 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવાની સંભાવના છે ત્યારે આ વર્ષે પણ ખાંડના ભાવમાં કેવી બ્રેક લાગે છે તે જોવું રસપ્રદ બની રહેશે. સરકારી આંકડા મુજબ ભારત અને થાઈલેન્ડમાં ઉત્પાદનમાં ભારે વધારો જોવા માલ્ટા માર્કેટમાં 20% ઘટાડો નોંધાયો હતો.
આવા માર્કેટ વચ્ચે હવે ખાંડ મિલ માલિકો શેરડીને બદલે ઈથનોલના ઉત્પાદનમાં પોતાનું ફોકસ કરે તેવી મનાય રહ્યું છે કારણ કે આ હવે આ બિઝનેસ શેરડી અને ખાંડની સમક્ષ આવી જશે તેમ રેટિંગ એજન્સી ICRA ના સવ્યસાચી મુખરજીએ જણાવ્યું હતું. ઈથનોલમાં સૂચવેલા ભાવ વધારા માનુર કરવાના સરકારના નિર્ણયની ખાંડ ઉદ્યોગ લોબી ઘણા સમયથી રાહ પણ જોઈ રહી હતી ત્યારે આ નિર્ણયથી ઈથનોલનું ઉત્પાદન કરવું વધુ સાનુકૂળ અને ફાયદારૂપ પણ રહે તેવી સંભાવના છે.
રેણુકા સુગર મિલ્સના ચેરમેન અતુલ ચતુર્વેદી જણાવે છે કે અમારી દ્રષ્ટિએ આ નિર્ણયથી ખાંડના પાકમાં 6 થી 7.5 લાખ ટન ખાંડનું ઉત્પાદન ઘટવાના ચાન્સીસ છે. અને તેને કારણે ખાંડના ભાવમાં થોડી ચમક પણ આવી શકે છે.સામાન્ય રીતે એક લીટર ઈથનોલ બનાવ માટે બે કિલોગ્રામ શેરડીની જરૂર પડે છે.ઈથનોલની પ્રોડક્શન કોસ્ટ હાલ 23.5 થી 24 રૂ સુધીની જોવા મળે છે જે 25% સુગર પ્રોડક્શનથી ઓછી છે.
અત્યાર સુધી મોલિસીસ જે સાવ નકામું પડ્યું રહેતું હતું તેમાંથી ઈથનોલ બનાવામાં આવતું હતું. પરંતુ હવે સરકારે શેરડીના જ્યુસમાંથી પણ ઈથનોલ બનાવાની છૂટ આપી દીધી છે અને તેને કારણે વધુ નાણાંનું વળતર પણ મેળવી શકાશે.
==============================
ઈથનોલમાં સરકારે કરેલો ભાવ વધારો
રો મટીરીયલ જૂનો ભાવ નવો ભાવ મંજુર થયેલો ભાવ વધારો
કેન જ્યુસ 47.49 59.19 24.6%
બી-હેવી મોલિસીસ 47.49 52.43 10.04%
સી-હેવી મોલિસીસ 43.46 43.46 ફ્લેટ