આજે પણ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રાખવામાં આવ્યા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રમાણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી થતા હોય છે. પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ 75 ડોલર પ્રતિ બેરલ ઉપર અને નીચે જઈ રહ્યો છે તેની વચ્ચે ભારતીય ઓઇલ કંપની દ્વારા લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 75 ડોલર પ્રતિ બેરલની ઉપર જોવા મળી રહ્યો છે. પરંતુ દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નાઈ સહિત દેશના પ્રમુખ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે જે કિંમતો હતી તે જ કિંમત આજે પણ ઓઇલ કંપનીઓ દ્વારા રાખવામાં આવી છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઈટના જણાવ્યા મુજબ દેશની રાજધાની દિલ્હીમાં આજે 24 માર્ચે પેટ્રોલની કિંમત 96.72 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પર સ્થિર જોવા મળી રહી છે. મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા ડીઝલ ની કિંમત 94.27 રૂપિયા, કલકત્તામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ ભાવ 75.56 ડોલર પ્રતિ બેરલ છે. જ્યારે ડબલ્યુટીઆઈ ક્રુડનો ભાવ ₹ 69.62 ડોલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યો છે. દેશના અન્ય શહેરની વાત કરીએ તો પટનામાં 107.24 રૂપિયામાં પેટ્રોલ વહેંચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલનો ભાવ 94.4 પૈસા પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે. હૈદરાબાદમાં પેટ્રોલ 109.66 રૂપિયા અને ડીઝલ 97.82 રૂપિયા જોવા મળી રહ્યા છે. આજે પણ ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં વહેંચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here