આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. જો કે, સતત બદલાવ બાદ પણ આ ભાવ આસમાને છે. એપ્રિલના શરૂઆતના દિવસોમાં કાચા તેલનો ભાવ બેરલ દીઠ $80ની આસપાસ હતો. પરંતુ 5 એપ્રિલથી, ક્રૂડ ઓઇલની કિંમત એટલી ઝડપથી વધી કે તે $ 87 ને વટાવી ગઈ.બે દિવસથી તેમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બ્રેન્ટ ક્રુડનો ભાવ 86.31 ડોલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યો છે. જયારે WTI ક્રૂડ 82.52 ડોલર પ્રરી બેરલ જોવા મળી રહ્યો છે.
જો કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે પણ સ્થિર છે. 22 મે, 2022 પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે 15 એપ્રિલે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 86.31 ડોલર છે. તે જ સમયે, WTI ક્રૂડ પ્રતિ બેરલ $ 82.52 પર છે.જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત દેશના વિવિધ શહેરોમાં વાહન ઈંધણના ભાવમાં કોઈ બદલાવ નથી.
IOCL અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં આજે પણ એક લિટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 89.62 રૂપિયા પર યથાવત છે. આ સાથે દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. ચેન્નાઈમાં પણ પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.