મધ્યપ્રદેશમાંથી ઘઉંની ખરીદીમાં વધુ વધારો થવાની અપેક્ષા

15મી મેના રોજ ઘઉંની ખરીદી 25.9 મિલિયન ટન સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે કુલ ખરીદી 26 મિલિયન ટનથી 27 મિલિયન ટન વચ્ચે રહેવાનો અંદાજ છે. પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ઘઉંની ખરીદી ઝુંબેશ એક મહિનાની અંદર પુરી થવા જઈ રહી છે. ખાદ્ય સુરક્ષા કાયદા અને અન્ય કલ્યાણ યોજનાઓ હેઠળ વાર્ષિક માંગ સામે આશરે 8 મિલિયન ટન સરપ્લસ હોઈ શકે છે, જે સરકારને બજારના હસ્તક્ષેપ માટે જોગવાઈ કરવામાં સંભવિતપણે મદદ કરે છે.

ગયા અઠવાડિયે, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અશોક મીનાએ જણાવ્યું હતું કે, પ્રાપ્તિ આશરે 27 મિલિયન ટન હોઈ શકે છે, જ્યારે બફર ધોરણોને બાદ કરતાં સરકારની જરૂરિયાત 18.4 મિલિયન ટન છે, તેમ ધ હિન્દુ બિઝનેસમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે. તાજેતરમાં જાહેર કરાયેલા સત્તાવાર ડેટા મુજબ, આ સિઝનમાં (એપ્રિલ-જૂન) 15 મે સુધી ઘઉંની ખરીદી 43.6 ટકા વધીને 25.9 મિલિયન ટન થઈ છે જે ગયા વર્ષે 18.04 મિલિયન ટન હતી. દેશની સત્તાવાર પ્રાપ્તિ 2022-23માં ઘટીને 18.79 મિલિયન ટનની 15 વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી, જેના કારણે સરકારને નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી.

પંજાબમાં 13.2 મિલિયન ટન, મધ્ય પ્રદેશમાં 8 મિલિયન ટન અને હરિયાણામાં 7.5 મિલિયન ટન, એમ ત્રણ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં લગભગ 90 ટકા ઘઉંની ખરીદી કરવામાં આવી છે. જ્યારે આ ત્રણ રાજ્યોમાંથી 28.7 મિલિયન ટન ઘઉં મેળવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

હરિયાણામાં 15મી મેના રોજ પ્રાપ્તિ સમાપ્ત થઈ હતી, જે 54.5 ટકાનો વધારો દર્શાવે છે, એટલે કે ગયા વર્ષની ખરીદી 4.07 મિલિયન ટન હતી અને આ વર્ષે તે વધીને 6.29 મિલિયન ટન થઈ ગઈ છે, જોકે 7.5 મિલિયન ટન પ્રાપ્તિનું લક્ષ્ય હતું. રાજ્યમાંથી પ્રાપ્ત થયેલ કુલ જથ્થામાંથી, માત્ર 1,339 ટી(ટોન) વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ)ના હતા, બાકીના અન્ડર રિલેક્સ્ડ સ્પેસિફિકેશન (URS)ના હતા.

તો એ જ પંજાબે 15 મે સુધી પ્રાપ્તિમાં 26 ટકાનો વધારો દર્શાવ્યો છે, જે ગયા વર્ષે 9.56 મિલિયન ટનથી વધીને આ વર્ષે 12.05 મિલિયન ટન થયો છે. જ્યારે મધ્યપ્રદેશમાં ખરીદીમાં 67.8 ટકાનો વધારો થયો છે એટલે કે ગયા વર્ષે તે 4.16 મિલિયન ટન હતી અને આ વર્ષે તે વધીને 6.98 મિલિયન ટન થઈ ગઈ છે.

સત્તાવાર માહિતી અનુસાર, ઘઉંના સૌથી મોટા ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં પ્રાપ્તિ 16.9 ટકા ઘટીને 0.24 મિલિયન ટનથી 0.19 મિલિયન ટન થઈ છે. ઉપરાંત, રાજસ્થાને અત્યાર સુધીમાં કેન્દ્રીય પૂલ સ્ટોકમાં 0.37 મિલિયન ટનનું યોગદાન આપ્યું છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં માત્ર 758 ટન હતું.

આ અંગે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે 15 મેના રોજ સેન્ટ્રલ પૂલ માટે ખરીદેલ 1,35,632 ટન માંથી મધ્યપ્રદેશમાંથી 98,840 ટનની ખરીદી કરવામાં આવી હતી.મધ્ય પ્રદેશમાંથી પ્રાપ્તિમાં વધુ વધારો થવાની ધારણા છે, જ્યારે પંજાબમાં તે જ દિવસ માત્ર 19,372 ટનની ખરીદી થઈ શકી. “ઘઉંના ભાવ દરેક જગ્યાએ MSP કરતા વધારે છે અને ખેડૂતોને તેમના ઘરઆંગણે સરળતાથી બેન્ચમાર્ક રેટ મળી રહ્યો છે, પછી ભલે તેઓ તેમના અનાજને માર્કેટ યાર્ડ અથવા પ્રાપ્તિ કેન્દ્રમાં લાવે. ઉપરાંત, એક અધિકારીએ જણાવ્યું હતું કે માત્ર કાર્યકારી ગુણવત્તાવાળા અનાજ 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (એમએસપી) કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here