તૂટેલા ચોખાની નિકાસઃ તૂટેલા ચોખાની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની સરકારની જાહેરાત

ચોખાના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે, ભારત સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ આજથી જ અમલમાં આવશે. અગાઉ તૂટેલા ચોખાની નિકાસ પર કોઈ ડ્યુટી લાગતી ન હતી.

આ સિવાય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય એક આદેશ હેઠળ નોન-બાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યૂટી વસૂલવામાં આવશે. આ આદેશ પણ આજથી અમલમાં આવશે. જો કે બાફેલા અને બાસમતી ચોખાની નિકાસને આ પ્રતિબંધની બહાર રાખવામાં આવી છે. નોંધનીય છે કે ભારત ચીન પછી ચોખાનું ઉત્પાદન કરતો બીજો સૌથી મોટો દેશ છે. વૈશ્વિક ચોખાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 20 ટકા છે.

મહેસૂલ વિભાગે એક સૂચનામાં જણાવ્યું હતું કે વર્તમાન ખરીફ સિઝનમાં ડાંગરના પાક હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે, ચાલુ ખરીફ સિઝનમાં ડાંગરનું વાવેતર 5.62 ટકા ઘટીને 383.99 લાખ હેક્ટર થઈ ગયું છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40% છે. ભારતે 2021-22માં 21.12 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન 150 થી વધુ દેશોમાં $6.11 બિલિયનના નોન-બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here