વાણિજ્ય મંત્રાલયના પ્રારંભિક આંકડા મુજબ રત્ન અને ઝવેરાત, એન્જીનીયરીંગ અને પેટ્રોલિયમ ઉત્પાદન સહિતના વિવિધ ક્ષેત્રોમાં સારી માંગ હોવાને કારણે આ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારતની નિકાસ 52.39 ટકા વધીને 7.71 અબજ ડોલર થઈ છે. જૂન 1-7 દરમિયાન આયાત પણ લગભગ 83 ટકા વધીને 9.1 અબજ ડોલર થઈ છે.
આંકડા મુજબ, એન્જિનિયરિંગની નિકાસ 59. ટકા વધીને 74.11 મિલિયન ડોલર, જેમ્સ અને જ્વેલરીની નિકાસ 96.38 ટકા વધીને 29.78 મિલિયન ડોલર અને પેટ્રોલિયમ પેદાશોમાં 69.53 ટકા વધીને 53.06 મિલિયન ડોલર થયા છે. જોકે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન આયર્ન ઓર, તેલીબિયાં અને મસાલાની નિકાસમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.
જૂનના પહેલા અઠવાડિયામાં પેટ્રોલિયમ અને ક્રૂડ ઓઇલની આયાત 135 ટકા વધીને 1.09 અબજ ડોલર થઈ છે. એ જ રીતે, ઇલેક્ટ્રોનિક માલ, મોતી અને કિંમતી પથ્થરોનો આયાતમાં પણ વધારો થયો. આ સમયગાળા દરમિયાન યુ.એસ., સંયુક્ત આરબ અમીરાત અને બાંગ્લાદેશની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે ચીન, યુએસ અને સંયુક્ત આરબ અમીરાતની આયાતમાં તીવ્ર વધારો થયો છે.