ખાંડ ઉદ્યોગ એકબાજુથી ઠપ્પ છે અને ઘરેલુ ડિમાન્ડ પણ એટલી નથી વધી રહી કે સ્ટોક જે હાલ પડ્યો છે તેનો બોજ હલકો થઇ શકે. કોટા વધારીને વેચાણ વધારી દેવાની સરકારની નીતિ પણ બહુ સફળ થઇ હોઈ તેવું લાગતું નથી ત્યારે ખાંડ ઉદ્યોગની મુશ્કેલી પુરી થવાનું નામ નથી લેતી.
ઘરેલુ ડિમાન્ડ પછી જે સ્ટોક વધ્યો છે તેને વેચવાના સરકારી પ્રયાસ એટલે પણ નિષ્ફળ રહ્યા છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખંડના ભાવ ભારતના ભાવથી પ્રતિ કવીન્ટલ 700થી 800 રૂપિયા વધારે છે અને તેને કારણે એક્સપોર્ટ કરવું પણ સહેલું નથી.વર્તમાન સીઝનમાં ખાંડનું ઉત્પાદન 320 લાખ તન થયું છે અને આવનારા વર્ષમાં ઉત્પાદન 350 લાખ ટન થશે ત્યારે સરકાર માટે પણ ખાંડ માર્કેટ મુશ્કેલી સર્જી રહ્યું છે.સરકારે દર મહિને 2 લાખ ટન ખાંડ નિકાસ કરવાનું મન બનાવ્યું છે. પરંતુ હજુ એક થેલી ખાંડ પણ એક્સપોર્ટ થઇ શકી નથી અને જે દેશમાં ભારતની ખાંડ જતી હતી ત્યાં પણ હાલ નિકાસ થઇ શકી નથી જેનું એક કારણ એ પણ છે કે પાકિસ્તાનમાં પણ ખાંડના ભાવ નીચે પહોંચી ગયા છે અને ભારત ત્યાં ખાંડ એક્સપોર્ટ કરવાને બદલે આ વખતે ઉલ્ટી ગઁગા જોવા મળી છે અને પાકિસ્તાનની ખાંડ ભારતના માર્કેટમાં આવી ગઈ.
બ્રાઝીલ હાલ ઓક્ટોબરની ડિલિવરી સાથે 323 ડોલર ના ભાવ સાથે દુનિયાભરમાં ખાંડની નિકાસ કરી રહ્યું છે અને ડોલર પણ વધુ મજબૂત થતા ભારતની ખાંડ અન્ય દેશોને પણ ભારે મોંઘી પડી રહી છે.ભારત જોકે ખાંડ પર 100 % ડ્યુટી લગાડી હોવાથી ભારતે સસ્તી ખાંડ ભારતમાં આવતી રોકવાનો એક પ્રયાસ કર્યો છે અને જે દેશ સસ્તી ખાંડ આયાત કરી રહ્યા છે તે દેશોના હવે ભારતની ખાંડમાં રસ ઓછો પડે છે.
ભારતની ખાંડનની નિકાસ ઘણી ઓછી થઇ છે અથવા નહિવત છે.ભારત સરકારે 2 લાખ ટન ખાંડ નિકાસ કરવાની વાત તો કરી છે પણ છેલ્લા 3 મહિનામાં ખાંડ નિકાસ થઇ હોઈ તેવું પ્રકાશમાં નથી આવ્યું.ખાંડ મિલોને નિકાસ કરવા માટે જે છૂટ આપવામાં આવી હતી તે નિકાસ ન થતા તેનો લાભ પણ ખાંડ મિલોકે તેના માલિકો ઉઠાવી શક્યા નથી.આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની ખાંડના ભાવ ઘણા ઊંચા હોવાને કારણે કોઈપણ ઉત્પાદક કે ખાંડ મિલ મલિક ખાંડની નિકાસ કરી શક્યા નથી.હાલ જે જથ્થો પડ્યો છે તે માત્ર ત્યોહારમાં જ તેનો ઉપાડ થશે તેવું મિલ માલિકો માની રહ્યા છે ત્યારે આ જથ્થાને ચાલુ સ્ટોકમાં ગણી લેવાની વાત પણ સરકારને કરવામાં આવી છે.જોકે આવું કરવાથી પણ સરકારની ઈચ્છા છે તે પુરી થવાની શકયતા નહિવત છે