લોકડાઉનના પગલે દેશના તમામ રાજ્યોમાંથી મજૂરો પોતાના વતન જવાની જીદ પકડીને બેઠા છે અને જઈ પણ રહ્યા છે ત્યારે પંજાબમાં ખેડૂતો જ મજૂરોને પાછા ન જવા સમજાવી રહ્યા છે. નવેમ્બરમાં પંજાબના વિવિધ શહેરોમા આવેલા ખેત મજુરો આ એપ્રિલ સુધીમાં રવાના થવાના હતા પણ લોકડાઉનને કારણે મજૂરો અહીં અટવાયેલા છે. હવે ડાંગરની મોસમ નજીક આવતાં ખેડુતોએ તેમને પાછા ન જવા તાકીદ કરી છે.
પંજાબમાં હાલ ડાંગરની મોસમ છે અને મજૂરોની જરૂરિયાત પણ છે. ત્યારે કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ મજૂરોને સમજવાનું અનેઅહીજ રોકાઈ જવા માટે સમજવાનું અભિયાન શરુ કર્યું છે. ખેડૂત કુલવંતસિંહે કહ્યું કે તેણે પોતાના 15 મજૂરોને પાછા ન જવા અને તેના બદલે અહીં કમાણી કરવા ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલા તેઓ શ્રમિક ટ્રેનોમાં નોંધણી માટે પણ અમારો સંપર્ક કરવા માંગતા હતા, પરંતુ તેઓને હજી સુધી કોઈ સંદેશ મળ્યો નથી, તેથી તેઓ પાછા રહેવાનું અને અહીં કમાવવાનું મન બનાવી ચૂક્યા છે. શેરડીની સીઝનમાં તેઓને મજૂરી પણ આવી હતી.
બીજા ખેડૂત સુખવંતસિંહે કહ્યું કે, ”હું તેમને એડવાન્સ પગાર આપવા માંગું છું જેથી તેઓ આ ડાંગરની સીઝન સુધી અહીં જ રહે. પરંતુ હું થોડો સાવચેત પણ છું કે તેઓ વહીવટ દ્વારા ટ્રેનમાં જવાનો સંદેશ મેળવશે તો તુરંત જતા પણ રહેશે તેમણે જણાવ્યું હતું કે, ખેડુતો માટે આ એક કઠિન પરિસ્થિતિ છે અને દરેક અહીં મજૂર રહે તે સુનિશ્ચિત કરવા પ્રયાસ કરી રહ્યા છે અને જો મજૂરો અહીં રહેશે તો અહીંના ખેડુતોને ડાંગરની સિઝનમાં કોઈ તકલીફ નહી પડે. “