દેશમાં મોટાભાગના ખેડૂતોની હાલત કફોડી છે ઘણા એવા ખેડૂતો છે કે જેની ખેતીને વારંવાર નુકસાનનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ખેડૂતોને મદદ કરવા માટે ઘણી યોજના ચલાવતી હોય છે. આમાંની એક યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. હાલ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન ખેડૂતોની આવક વધારવા માટે એક ખાસ પ્લાન પર કામ કરી રહ્યા છે. જેથી કરીને ખેડૂતોની આવક બમણી કરી શકાય.
નાણામંત્રીએ કિસાનોની વ્હારે આવવા માટે અને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને બેંકોને નિર્દેશ આપ્યા છે. નિર્મલા સીતારામને સરકારી બેન્કોને કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને લોન આપવાની વાત કરી છે. અત્યારે જણાવી દઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડૂતોને પાંચ વર્ષ માટે ત્રણ લાખ રૂપિયા સુધી શોર્ટ ટર્મ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર જે પૈસા આપવામાં આવે છે તેમાં સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવે છે અને વ્યાજ પણ ઓછું આપવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ નાણામંત્રીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનું રીવ્યુ કર્યો હતો અને ચર્ચા કરવામાં આવી હતી કે ખેડૂતોની આવક કેવી રીતે વધારી શકાય. આ મિટિંગમાં રાજ્ય નાણામંત્રી ભાગવત કરાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.