કર્ણાટકના ખેડૂતો દ્વારા મિનિમમ સપોર્ટ પ્રાઈઝ અને એરિયર્સના પ્રશ્ને બેંગલુરુમાં સરકાર સામે ઘેરાવ કરવાના હતા તે કાર્યક્રમ અને હડતાલનો કાર્યક્રમ મુખ્યમંત્રી એચ.ડી.કુમારાસ્વામીના આશ્વાશન બાદ રદ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કર્ણાટકના મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રશ્ન મિટિંગમાં ચર્ચામાં મુકવામાં આવશે અને ખેડૂતોના જે પ્રશ્ન છે તે અંગે ખુલ્લા મને ચર્ચા કરવામાં આવશે તેવી વાત કરી છે.
ઉત્તર કર્ણાટક જિલ્લાના બેલાગવી અને બાગાલકોટના ખાંડના ખેડૂતો સાથે રવિવારે કુમાસ્વામીએ આ વિસ્તારમાં ખેડૂતો સાથે મીટિંગ રદ કર્યા પછી બેલાગવીમાં સુવર્ણ સુધા બિલ્ડિંગ પર હુમલો કર્યો કારણ કે મુખ્ય મંત્રીએ મિટિંગ બેંગ્લુરુ બોલવાનું નક્કી કર્યું હતું.
સોમવારે બેંગલુરુમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. રવિવારની મીટિંગને સ્થગિત કરવાના મુખ્યમંત્રીના નિર્ણય પર સરકારના વડામથક પર હુમલો કરવાની ધમકી આપી હતી. રવિવારના રોજ મુખ્યમંત્રીશ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ખાંડના ફેક્ટરીઓમાંથી બાકીના ચુકવણીની માંગ કરનાર ખેડૂતો છેલ્લાં ચાર વર્ષમાં સૂઈ રહ્યા હતા તેવા નિવેદનથી ખેડૂતોનો ગુસ્સો ભડક્યો હતો.
અહીંના ખેડૂતો 3000 રૂપિયા પ્રતિ ટન મિનિમમ સપોર્ટ પ્રાઈઝની માંગ કરી રહ્યા છે.છેલ્લે કોંગ્રેસની સરકાર દ્વારા 2500 રૂપિયા આપવામાં આવતા હતા.
જોકે મુખ્ય મંત્રી એચ ડી કુમારસ્વામીએ એવું આશ્વાશન આપ્યું છે કે જે નિર્ણય લેવામાં આવશે એ ખેડૂતોના હિતમાં અને તેમની ફેવરમાં લેવાશે. આ પ્રશ્ન માટે મેં મંગળવારે મિટિંગ બોલાવી છે જેમાં શેરડીના ખેડૂતો અને ખાંડ મિલ માલિકોના પ્રશ્ને ચર્ચા કરાશે તેમ કુમારસ્વામીએ જણાવ્યું હતું.
સરકારના આશ્વાશન બાદ ખેડૂતોએ પણ 15 દિવસ સુધી પોતાના નિર્ણય મુલતવી રાખ્યો છે.