તમિલનાડુમાં શેરડીના ઉત્પાદકો શેરડીના વેતન ચૂકવવામાં ન આવતા તેને લઈને ગુસ્સામાં છે. ખાનગી મિલ દવારા હજુ પણ રૂ. 14 કરોડના બાકી રકમ ચૂકવી નથી ત્યારે મિલ સામે ખેડુતોના એક જૂથે શર્ટ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર આર.કન્નનની અધ્યક્ષતામાં યોજાયેલી માસિક ખેડુતોની ફરિયાદો નિવારણ બેઠકમાં, તમિલાગા વિવાસાયગલ સંગમના પ્રમુખ એન. રામચંદ્ર રાજાની આગેવાનીમાં ખેડુતોએ એક નવતર રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજપલયમ, શ્રીવિલીપુત્તુર અને વત્રાપ તાલુકના ખેડુતોએ શેરડી કાપીને તેનકાસી જિલ્લાના વસુદેવનાલુરની સુગર મિલોને 2018-19 દરમિયાન મોકલી આપી હતી,પરંતુ હજુ પણ ખેડુતો પૈસાની રાહમાં છે.રાજાએ જણાવ્યું હતું કે, ખેડુતોએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ અનેક વખત આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેઓને વેતન મળતું નથી.
ખેડુતો તેમના આંદોલન પર અડગ રહ્યા પણ જિલ્લા કલેકટરે તેમને શાંત પાડવા પ્રયાસ કર્યા. મીડિયા રિપોર્ટ અનુસાર, મિલ દ્વારા 2018-19ની સીઝનમાં પિલાણ માટે 173 ખેડુતો પાસેથી 2,783 ટન શેરડીની ખરીદી કરવામાં આવી હતી.
“મિલમાં ખાંડ, મોલિસીસ અને વીજળી વેચી છે, પરંતુ ખેડૂતોનું લેણું ચૂકવ્યું નથી,” તેમણે વધુમાં ઉમેર્યું.રાજાએ આરોપ લગાવ્યો કે ખેડુતોએ બેંકો પાસેથી લોન લીધી છે અને કારણ કે મિલ બીલ ભરતી નથી, તેથી ખેડુતો મુશ્કેલી ભોગવી રહ્યા છે.