ઓછા પાણીમાં શેરડીના ખેતી કરનાર ખેડૂતોને મળશે સરકાર દ્વારા બોનસ

આમતો શેરડીની ખેતીમાં પાણીની જરૂર ઘણી વધારે પડતી હોઈ છે ત્યારે ઘણા વિવેચકો નિષ્ણાંત શેરડીને ખેતીને બદલે બીજી ખેતી કરવાનું સૂચન કરતા આવ્યા છે પણ હવે કેન્દ્ર સરકાર દેશમાં જળસંચય માટે પ્રતિબદ્ધ ત્યારે શેરડીની ખેતીમાં પાણી બચાવવા માટે ટપક અને છંટકાવની પદ્ધતિને પ્રોત્સાહન આપવાનું સરકારે નક્કી કર્યું છે અને તેના ભાગ રૂપે સુગર મિલોમાં પાણીના ઓડિટ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે.જળસંગ્રહની સરકારની દ્રષ્ટિ પર વાત કરતાં કેન્દ્રીય જળ ,ઉર્જા પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે સરકાર આગામી દિવસોમાં દેશની તમામ સુગર મિલોના સંગઠનો સાથે વાત કરી શકે છે અને આવી પહેલ કરી શકે છે જેમાં સુગર મિલોએ જળસંચયને લગતી કામગીરીનું સ્વ ઓડિટ કરીને પોતાનો અહેવાલ રજૂ કરવો પડશે. સુગર મિલ તેના મિલ વિસ્તારમાં વરસાદનું પાણી એકઠું કરે તેવા અહેવાલો સાથે જળ સંરક્ષણ ઓડિટમાં ઓછામાં ઓછું પાણીનો ઉપયોગ કરીને મિલ પ્લાન્ટ ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

મંત્રીએ કહ્યું કે સુગર મિલોએ તેમના શેરડીના ખેડુતોને જળસંચય અંગે જાગૃત કરવા અને તેમને પ્રોત્સાહન આપવું પડશે.શેરડીના ખેડુતો કે જેઓ ઓછા પાણીમાં શેરડીની સારી ખેતી કરે છે તેમને બોનસ લાભ અથવા અન્ય લાભ આપવામાં આવી શકે છે.એક તરફ શેરડીના ખેડુતો જળસંચય અંગે જાગૃત બનશે,બીજી તરફ ખાંડ મિલો પણ જળસંચયન માટે જવાબદાર રહેશે.

મંત્રીએ જણાવ્યું હતું કે સુગર મિલો દ્વારા કરવામાં આવી આવી પહેલને લીધે ઓછા પાણીમાં શેરડીની ખેતીને પ્રોત્સાહન મળવાથી જમીનનું ભૂગર્ભ જળ સપાટી આવશે,જ્યારે શેરડીના ખેડૂતો માટે વધારાની આવક પણ સુગર મિલો દ્વારા તૈયાર થઈ જશે.

એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સરકારની આ પહેલ શેરડીની ખેતીમાં પાણીના અતિશય શોષણને ઘટાડવામાં મદદ કરશે, જ્યારે પાણીની ઓડિટ ખાંડ મિલોમાં પાણીનો બિનજરૂરી ઉપયોગ અટકાવીને જળ સંરક્ષણની સકારાત્મક પહેલને આગળ વધારવામાં મદદ કરશે. પણ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here