નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ખાદ્ય નિગમ ઓફ ઈન્ડિયા (FCI) એ બુધવારે પાંચમી ઈ-ઓક્શનમાં 1.06 લાખ ટન ઘઉં અને 100 ટન ચોખાનું વેચાણ કર્યું હતું. FCI ચોખા, ઘઉં અને આટાના છૂટક ભાવને નિયંત્રિત કરવા માટે સાપ્તાહિક ધોરણે ઈ-ઓક્શન કરે છે.
ખાદ્ય મંત્રાલયે એક રિલીઝમાં જણાવ્યું હતું કે સરકાર ખાદ્યાન્નના ભાવને અંકુશમાં રાખવા માટે પ્રતિબદ્ધ છે અને આ બજાર હસ્તક્ષેપનો હેતુ ગ્રાહકોને રાહત આપવાનો છે.
FCIએ જણાવ્યું હતું કે, “દેશભરના 178 ડેપોમાંથી કુલ 1.16 લાખ ટન ઘઉં અને 1.46 લાખ ટન ચોખાની હરાજી હેઠળ ઓફર કરવામાં આવી હતી.”
સરેરાશ ગુણવત્તા (FAQ) ઘઉંની વેઇટેડ એવરેજ વેચાણ કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,182.68 હતી જ્યારે અનામત કિંમત રૂ. 2,150 પ્રતિ ક્વિન્ટલ હતી. નીચી ગુણવત્તા (URS) ઘઉંની વેઇટેડ એવરેજ વેચાણ કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,173.85 હતી જ્યારે અનામત કિંમત રૂ. 2.25 પ્રતિ ક્વિન્ટલ હતી.
ચોખાના કિસ્સામાં, વેઇટેડ એવરેજ વેચાણ કિંમત રૂ.3151.10 પ્રતિ ક્વિન્ટલ હતી, જે અનામત કિંમતની બરાબર છે.