બેંગ્લોર સ્થિત નેશનલબ્યુરો ઓફ એગ્રિકલચર ઇન્સેક્ટ રીસોર્સીસ દ્વારા એવું જણાવાયું છે કે ખાદ્ય સામ્રગી અને સિક્યુરિટી પર સૌથો મોટો હટારો છે તે ફોલ આર્મીવોર્મ મહારાષ્ટ્રમાં શેરડીના પાકમાં જોવા મળ્યો છે.
આ સંસ્થાના કેટલાક જંતુશાસ્ત્રીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં થયેલા રિસર્ચમાં ફોલ આર્મીવોર્મ પેહેલી વખત જોવા મળ્યો છે જકોએ હજુ પ્રાથમિક તાંબાક્કમ છે અને ખાસ કરીને હાર્વેસ્ટ વખતે તેની કોઈ ચિંતાજનક બાબત બહાર નથી આવી.
ફોલ આર્મીવોર્મના કીટાણુ પેહેલી વકહ્ત આ વર્ષના મેં મહિનામાં કર્ણાટકમાં પેહેલા જોવા મળ્યા હતા અને ત્યાર બાદ તેલંગાણા,તામિલનાડુ,આંધ્ર પ્રદેશ અને વેસ્ટ બેંગાલમાં પણ જોવા મળ્યો હતો અને ત્યાંથી પણ જંતુશાસ્ત્રી દ્વારા ફોલ આર્મીવોર્મ હોવાની વાતને પુષ્ટિ આપવામાં આવી હતી.
અમે વનસ્પતિના શરૂઆતના પાકમાં જ ફોલ આર્મીવોર્મ ડિટેકટ કર્યું હતું પણ કોઈ મોટું કે ગંભીર નુકશાન કર્યું ન હતું તેમ એક સાયન્ટિસ્ટ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
વૈજ્ઞાનિકોને હવે દર છે કે આ રોગ હવે અન્ય પાકમાં પણ વિસ્તરણ ન પામે.”અમને આ રોગના ચિન્હો મકાઈમાં તો જોવા મળ્યા હતા પરંતુ સાથોસાથ સોલાપુર આસપાસના ગામડાના શેરડીના પાકમાં પણ જોવા મળ્યા હતા તેમ કૃષિ સાયન્ટિસ્ટ અંકુર ચોરમૂલેએ જણાવ્યું હતું.
અંકુર ચોરમૂલેએ જણાવ્યું હતું કે શેરડીના પાકમાં ફોલ આર્મીવોર્મ રોગ છે કે નહિ તેનું લેબોરેટરી પ્રરીક્ષણનો રિપોર્ટ હજુ આવ્યો નથી પણ તેની પેસ્ટ એક રાજ્યથી બીજા રાજ્યમાં જે રીતે ઝડપથી આગળ વધી રહી છે તે જોતા આ રોગ ભારતમાં કેટલાક વર્ષથી આવી ગયો હશે.
દરમિયાન મહારાષ્ટ્ર સરકારના કૃષિ અધિકારીએ પોતાનું નામ ન આપવાની સાથે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર પણ આ નાગે ચિંતિત છે અને તેનું પરીક્ષણ અને કાળજી બંને માટે સતર્ક સેવી રહ્યું છે અને તેનો એક સર્વે પણ હાથ ધરવામાં આવશે.