આંધ્રપ્રદેશના કાકીનાડામાં શુક્રવારે એક શુગર મિલમાં આગ લાગવાથી બે લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડ, વિજળી વિભાગ અને પોલીસ અધિકારીઓએ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.
એક અધિકારીના જણાવ્યા અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.
ANIમાં છપાયેલા સમાચાર અનુસાર, કાકીનાડાના એસપી રવીન્દ્રનાથ બાબુએ જણાવ્યું કે કાકીનાડા નજીક વકાલાપુડી શુગર મિલમાં આગ લાગવાની મોટી દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય છ જણ ઘાયલ થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ એવું દર્શાવવામાં આવ્યું છે કે મિલમાં કન્વેયર બેલ્ટમાં શોર્ટ સર્કિટને કારણે વિસ્ફોટ થયો હતો, જેનો ઉપયોગ ખાંડની બેગ લોડ કરવા માટે થાય છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયર વિભાગ, વિજળી વિભાગ અને પોલીસના અધિકારીઓ વિસ્તારનું નિરીક્ષણ કરીને ગુન્હો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.