પૂરની પરિસ્થિતિએ પાકિસ્તાનને તબાહ કરી નાખ્યું; 1136 લોકોના મોત અને અનેક લોકો બેઘર બન્યા

પાકિસ્તાનમાં આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે 1100થી વધારે લોકોના જીવ ગયા છે. જ્યારે કરોડથી વધારે લોકો આ પૂરને કારણે પ્રભાવિત થયા છે. એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં આવેલા આ ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં પાકિસ્તાનનો ત્રીજા ભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફની સરકાર દુનિયાભરમાંથી મદદ માગી રહી છે. ભારતના પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાનમાં પૂરને કારણે જે હાહાકાર મચ્યો છે તેના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

પાકિસ્તાન સરકારના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર શહેરી રહેમાને પણ જણાવ્યું છે કે મોનસુનને કારણે પાકિસ્તાન નો ત્રીજો ભાગ અત્યારે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. શેહરી રહેમાને આ વખતનું મોનસુન ને મોન્સ્ટર મોન્સૂન પણ ગણાવ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા અનુસાર પાકિસ્તાનમાં આર્થિક તકલીફ તો હતી જ, તેમાં પણ આ પૂર આફત બનીને આવી છે અને મંગળવાર સુધીમાં 1136 લોકોના મોત થઈ ચૂક્યા છે. 1600 થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે સાત લાખથી વધુ પશુઓના પણ મોત થયા છે. પૂરની પરિસ્થિતિમાં 3451 કિલોમીટરની સડક 149 બ્રિજ 170 દુકાન અને લગભગ 10 ઘરમાં મોટું નુકશાન થયું છે.

પાકિસ્તાનના પહાડી ક્ષેત્રોમાં રહેવાવાળા હજારો લોકો ફસાઈ ચૂક્યા છે અને તેમને કાઢવાની અને સલામત જગ્યાએ પહોંચાડવાની કોશિશ થઈ રહી છે. જે લોકો ફસાઈ ગયા છે તેમને કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે. કેટલાક લોકોને હજુ પણ રેસ્ક્યુ કરી શકાયા નથી. પાકિસ્તાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્તમાન પરિસ્થિતિમાં ત્રણ કરોડ લોકો પ્રભાવિત થયા છે એ અંદાજ મુજબ સાત પાકિસ્તાનમાંથી એક પાકિસ્તાની નાગરિક આ પુરથી ભોગ બન્યો છે.

પાકિસ્તાનમાં પહેલાથી જ આર્થિક સંકટ તો ચાલી રહ્યું છે હવે આ વરસાદને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે પાકિસ્તાનની સરકાર દુનિયાભરમાંથી રાહત માટે મદદ માગી રહી છે. મંગળવારે યુએન અને પાકિસ્તાન સરકાર મદદ માટે 160 મિલિયન ડોલર ફંડની ઔપચારિક અપીલ કરી છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં યુએન સેક્રેટરી જનરલના પ્રવક્તા જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લગાતાર વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં વધુ સ્થિતિ ખરાબ બની શકે છે. મંગળવારે અમે પાકિસ્તાન સરકાર સાથે મળીને 160 મિલિયન ડોલર ફંડની જાહેરાતની અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here