નવી દિલ્હી: દેશભરમાં ઇંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે, રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 93.31 રૂપિયા જોવા મળ્યો છે, જ્યારે સોમવારે મુંબઈમાં તે લિટરદીઠ રૂ. 101.52 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં ડીઝલની કિંમત પ્રતિ લિટર 86.22 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં તે લિટર દીઠ 93.58 રૂપિયા છે. અન્ય રાજ્યોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચેન્નઇમાં પેટ્રોલ પ્રતિ લિટર 96.71 રૂપિયા અને ડીઝલ 90.92 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 95.28 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 89.07 છે. ડીઝલ અને પેટ્રોલની કિંમત વેલ્યુ એડેડ ટેક્સના આધારે રાજ્યથી રાજ્ય બદલાય છે.