નાણાકીય વર્ષ 2019-20માં 5% રહી શકે છે GDP ગ્રોથ

નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થામાં સુધાર માટે સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે કેન્દ્રીય આંકડા કચેરી ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથને લઈને અનુમાન જારી કર્યું છે. CSOનું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષ 2019-2020માં જીડીપી વિકાસદર 5 ટકા રહી શકે છે.

હકીકતમાં મંગળવારે સરકાર તરફથી જીડીપીના પૂર્વાનુમાનના આંકડા જાહેર કર્યાં છે. જેમાં વિકાસ ઓછો રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ પહેલા 2018-2019મા વાસ્તવિક ગ્રોથ 6.8 ટકા રહ્યો હતો. તો નાણાકીય વર્ષ 2017-2018માં જીડીપી ગ્રોથ 7.2 ટકા હતો.

આંકડા મંત્રાલયના જારી આંકડા પ્રમાણે જીડીપી 5 ટકા રહી શકે છે. ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA)નો અંદાજીત ગ્રોથ 2019-2020માં 4.9 ટકા રહી શકે છે જે 2018-19માં 6.6 ટકા હતો. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2019-2020 માટે વિકાસ દરનું આ પ્રથમ નિરીક્ષણ છે. હવે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જીડીપી ગ્રોથને લઈને આંકડા મંત્રાલય દ્વારા બીજો એડવાન્સ અંદાજ જારી કરવામાં આવશે.

આ પહેલા ભારતીય રિઝર્વ બેન્ક (RBI)પહેલા જ પોતાનું અનુમાન ઘટાડી ચુકી છે.આરબીઆઈએ પણ નાણાકીય વર્ષ માટે 5 ટકા વિકાસનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આંકડા મંત્રાલય તરફથી આંકડા તેવા સમયે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા મંદ પડી છે.કારણ કે જૂન-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટાડીને 6 વર્ષના નિચલા સ્તર 4.5 ટકા પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here