એક બાજુ COVID -19ને કારણે ખાંડ ઉદ્યોગને પણ ભારે અસરપહોંચી છે અને ખાસ કરીને સોફ્ટ ડ્રિંક્સ,આઈસ ક્રીમ અને અન્ય કંપનીઓની ડિમાન્ડ પણ નહિવત જેવી છે ત્યારે કોરોના વાયરસના વૈશ્વિક રોગચાળાએ ઇથેનોલના ઉત્પાદનમાં જોરદાર ફટકો આપ્યો છે.રોગચાળાના બચાવ અને લોકડાઉનથી પેટ્રોલની માંગને ભારે અસર થઈ છે. પરિણામે,તેમાં ઉમેરવા માટે ઇથેનોલનું ઉત્પાદન 2013 ની સપાટીએ નીચે આવી શકે છે.
2022 સુધી હાલમાં કોઈ સુધારણાની અવકાશ નથી. ગ્લોબલ ઇથેનોલ માર્કેટ ડેવલપમેન્ટ યુ.એસ. ગ્રેઇન્સ કાઉન્સિલના ડિરેક્ટર બ્રાયન હિલ્લીએ ગ્લોબલ ગ્રેઇન દ્વારા પ્રાયોજિત એક વેબિનારમાં ઉપરોક્ત માહિતી આપી હતી.
જોકે સરકારની નીતિઓ ઇથેનોલની માંગમાં સુધારો કરી શકે છે,પરંતુ આ સમયે આખું વિશ્વ કોરોના રોગચાળાથી પીડિત છે.દેશો તેમના લોકોના કલ્યાણ અને આરોગ્ય સેવાઓ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. હિલીએ કહ્યું કે અમેરિકાનો લગભગ અડધો ઉદ્યોગ બંધ છે.બહુ ઓછા ઉદ્યોગોમાં કામ ચાલી રહ્યું છે. ચીન અને યુ.એસ.ના કેટલાક ભાગોમાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગી છે,પરંતુ યુ.એસ., યુરોપિયન યુનીયન અને ભારત સહિતના મોટા ગેસોલીન બજારોમાં ગેસોલિન અને ઇથેનોલની માંગ હજુ પણ ઘટી રહી છે.
હિલ્લીએ કહ્યું કે 2020 પછી સરકારની નીતિઓનો અમલ ફક્ત ઇથેનોલની માંગમાં વધારો કરી શકે છે. જૈવિક બાયોફ્યુઅલ સંબંધિત નીતિઓ વિશ્વના 65 થી વધુ દેશોમાં લાગુ કરવામાં આવી છે, છેલ્લા 13 વર્ષોમાં 13 દેશોએ તેના વિસ્તરણની ઘોષણા કરી છે.પરંતુ કોરોના સંકટને કારણે આ અમલમાં વિલંબ થશે.