આ વર્ષે નબળા ચોમાસાને કારણે ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. પરિણામે આ વખતે ડાંગરના ઉત્પાદનમાં પણ વિક્રમી ઘટ નોંધાઈ રહી છે.અનેક ખેડૂતોનો આખો પાક બરબાદ થઈ ગયો છે. છત્તીસગઢમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ છે. તેને જોતા છત્તીસગઢ સરકાર ખેડૂતોની મદદ માટે આગળ આવી છે. ભૂપેશ બઘેલ સરકારે ખેડૂતોને 150 કિલો ચોખા મફત આપવાનો નિર્ણય કર્યો છે.
‘કિસાન તક’ વેબસાઇટ અનુસાર, છત્તીસગઢ સરકારે રેશનકાર્ડ ધારકોને 150 કિલો મફત ચોખા આપવાનો નિર્ણય કર્યો છે. ભૂપેશ બઘેલ સરકારના આ નિર્ણય બાદ.રાજ્યમાં રેશનકાર્ડ લાભાર્થીઓને 135 થી 150 કિલો ચોખા મળશે. અગાઉ માત્ર 35 કિલો ચોખા મફત મળતા હતા.રાજ્ય સરકારનો આ નિર્ણય માત્ર BPL કાર્ડ ધારકો માટે છે. જો તમે છત્તીસગઢના રહેવાસી છો તો તમે આ યોજના માટે પાત્ર બની શકો છો.
દરમિયાન કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર, આ વર્ષે 15 જુલાઈ સુધી ડાંગરના વાવેતર વિસ્તારમાં 17.4%નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ડાંગરના વિસ્તારમાં ગયા વર્ષની સરખામણીમાં 31% જેટલો ઘટાડો નોંધાયો છે.
છત્તીસગઢ સિવાય અન્ય રાજ્યોમાં પણ ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશના 62 થી વધુ જિલ્લાઓ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે.તે જ સમયે, બિહાર અને ઝારખંડમાં દુષ્કાળની ભયંકર સ્થિતિ સર્જાઈ છે. ઝારખંડમાં, સરકારે ખેડૂતોને ડાંગરને બદલે અન્ય પાકનો વિકલ્પ શોધવા સૂચના આપી છે.બિહાર અને ઝારખંડ બંનેમાં દુષ્કાળનો સામનો કરી રહેલા ખેડૂતોને રૂ. 3500ની આર્થિક સહાય આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી