મ્યાનમાર માટે સારા સમાચાર: ચીન પ્રતિબંધ હળવા અથવા હટાવી શકે છે

મ્યાનમાર સુગર અને સુગર સંબંધિત પ્રોડક્ટ્સ વેપારી અને ઉત્પાદક સંઘના ઉપાધ્યક્ષ યુ વિન હેએ જણાવ્યું હતું કે, ચીનને ખાંડ માટે વેચાણ ક્વોટા મેળવવા માટે નિરીક્ષણોની જરૂર પડશે. ખાંડની ગુણવત્તા તેમજ મિલો અને વેરહાઉસની તપાસ ચીની ટીમો દ્વારા કરવામાં આવશે.

“અમે અપેક્ષા રાખીએ છીએ કે ચીની નિરીક્ષણ ટીમ ઓક્ટોબરની આસપાસ આવે.તેઓએ તેમના નિરીક્ષણ કરશે અને જે મિલોના નિરીક્ષણો પાસ થશે તે મિલો પાસેથી ખાંડ ખરીદી કરશે તેમ યુ વિન હેટે જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે કૃષિ,પશુધન અને સિંચાઈ મંત્રાલય ટીમ સાથે રહેશે

વર્ષ 2015 થી મધ્ય 2017 સુધી ચીને મ્યાનમારથી ખાંડનો સૌથી મોટો ખરીદદાર દેશ બન્યો હતો. જ્યારે બેઇજિંગે દેશમાંથી શુદ્ધ ખાંડની આયાત પર પ્રતિબંધ મુકતા ખાંડનો સ્ટોક સરપ્લસ થઇ ગયો હતો અને વેરહાઉસીસમાં સ્ટોક જમા થતા ગયો હતો, જે આજદિન સુધી ચાલુ છે.

મ્યાનમાર સરકારે ચીન સાથેના વેપાર માટે મૂળ થાઇલેન્ડ અને ભારતમાંથી આયાત કરેલી ખાંડની ફરીથી નિકાસ માટેના ધંધાને અપાયેલા લાઇસન્સને પણ પ્રતિબંધિત કરી દીધા છે. આ લાઇસન્સ મૂળરૂપે 2015 માં આપવામાં આવ્યા હતા.

યુ વિન હેટે ચીનને ખાંડની નિકાસ માટેના નિયંત્રણો હળવા કરવાની આશા વ્યક્ત કરી છે, કેમ કે પ્રતિબંધથી શુદ્ધ ખાંડના ભાવ K960 પ્રતિ વીસ નીચે આવી ગયા છે, જે ભાવ તે 2009ના વર્ષમાં પાછો વેપાર કરી રહ્યો હતો.શેરડીના ખેડુતોના ભાવમાં ઘટાડો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here