ઉત્તર પ્રદેશના ખાંડ મિલ માલિકો અને ખાંડ ઉદ્યોગ માટે સારા સમાચાર છે.ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં બી હેવી ગ્રેડ મોલિસીસમાંથી ઈથનોલ ઉત્પાદિતકરવાના નિર્ણયને બહાલી આપતા ઉત્તર પ્રદેશના ખાંડ મિલ માલિકો અને ખાંડ ઉદ્યોગે રાહતનો દમ લીધો છે. હાલ ઈથનોલ પેટ્રોલ અને બાયો ફયુલમાં પણ મિક્સ કરવામાં આવી રહ્યું છે
ઉત્તર પ્રદેશ એક્સાઇઝ વિભાગના મુખ્ય સચિવ કલ્પના અવસ્થીએ જણાવ્યું હતું કે આ પેહેલા સી ગ્રેડ મોલિસીસ ઈથનોલ બનાવા માટે ઉપયોગમાં લેવાતું હતું પણ ચાલુ વર્ષે શેરડીના પાકનું બમ્પર ઉત્પાદનથતા મોલિસીસ જે અનામત રાખવામાં આવતું હતું તેનો જથ્થો પણ ઘણો વધી જતા શેરડી ક્રસિંગને પણ અસર કરતુ હતું પરંતુ હવે ખાંડ મિલ માલિકો બી અને સી ગ્રેડ મોલિસીસનો ઉપયોગ ઈથનોલનાઉત્પાદન કરી શકશે અને વર્તમાન સમસ્યા અને જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા તેમાં પણ ઘણી રાહત થઇ શકશે
જોકે સાથોસાથ કેન્દ્ર સરકારે પણ પેટ્રોલ પ્રોડક્ટમાં ઈથનોલનો ઉપયોગ જે હાલ 5 % છે તે વધારીને 10% કરવાનો નિર્ણય કર્યો છે અને ભવિષ્યમાં 10 % માંથી 20% પણ થઇ શકે તેમ છે ત્યારે આ વધારાનુંઈથનોલ બાયોફ્યુલ પ્રોડક્શન માટે પણ ઉપયોગી બની રહેશે
હાલ મોલિસીસનો ઉપયોગફાર્મા અને દારૂ બનાવતી કંપનીઓ અને તેની ઇન્ડસ્ટ્રીમાં પણ થઇ રહ્યો છે.હાલ રાજ્યમાં જે મોલેસિસનું ઉત્પાદન થઇ રહ્યું છે તેનો 60 % હિસ્સો બી ગ્રેડ અને 40 % હિસ્સો સીગ્રેડ માંથી બની રહ્યો છે