નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે શેરડીના ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. શેરડીના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2022-23 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) સીઝન માટે શેરડીના વાજબી અને લાભકારી ભાવ (FRP) 10.25 ટકા રિકવરી સાથે પ્રતિ ક્વિન્ટલ. 15 રૂપિયા વધારવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ 10 ટકા રિકવરી મુજબ શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 290 હતી. સરકારે છેલ્લાં 8 વર્ષમાં FRPમાં 34 ટકાથી વધુનો વધારો કર્યો છે.
આ નિર્ણયથી 5 કરોડ શેરડી પકવતા ખેડૂતો અને તેમના આશ્રિતો તેમજ ખાંડ મિલો અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં કાર્યરત 5 લાખ કામદારોને ફાયદો થશે.