સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી કિરેન રિજિજુ સંસદના બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક કરશે. સર્વપક્ષીય બેઠક 21મી જુલાઈ, 2024ના રોજ સવારે 11 વાગ્યે મેઈન કમિટી રૂમ, સંસદ ભવન એનેક્સી, નવી દિલ્હી ખાતે યોજાશે.
સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈ, 2024ના રોજ શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, સત્ર 12મી ઓગસ્ટ, 2024ના રોજ સમાપ્ત થઈ શકે છે.
(Source: PIB)