સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગ અને ઈથનોલ ઉત્પાદન વધારવા માટે અનેક રિલીફ પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સરકાર એક વધુ રિલીફ પેકેજ જાહેર કરવાના મૂડમાં છે અને આ માટે કેબિનેટની મહોર લગાડવા માટેની વાત કરવામાં આવી છે.આ રિલીફ પેકેજમાં ઈથનોલ પ્રોડક્શન વધારવા માટે ઈથનોલ ઉત્પાદકોને લોન માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી જાણકારી મળી રહૈ છે.
ઈથનોલ પ્રોડક્શન યુનિટ સ્થાપવા માટે માત્ર 6 %ના વ્યાજ દર સાથે લોનની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં ફોકસ એ રાખવામાં આવશે કે જે યુનિટમાં ઈથનોલનું પ્રોડક્શનની ક્ષમતા છે તેમાં વધારો કરવામાં આવે.જઉં મહિનામાં લગભગ 114 મિલને લોનની રાહત આપવામાં આવી હતી અને ત્યાર બાદ આ પ્રકારના લાભો માટેની અનેક મિલો દ્વારા દરખાસ્ત આવી હતી અને તે માટે એક કમિટી પણ બનાવામાં આવી છે જે આ બાબતોનીદેખરેખ રાખી રહી છે અને આ એકમીટી દ્વારા જે દરખાસ્તોને મંજૂરી મળી છે તેને હવે કેબિનેટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે તેમ ફૂડ મિનિસ્ટ્રીના એક અધિકારીએ જણાવ્યું હતું.
હાલ શેરડીનું પીલાણ શરુ થવાની તૈયારીમાં છે ત્યારે સરકાર અને કેબિનેટમાં પણ આ દરખાસ્તનો અમલ કરી દેવામાં આવશે જેથી કરીને ઈથનોલ વધારવા પર કામ કાજ ચાલુ થઇ શકે. જોકે હાલ ભારતનું ઈથનોલનું ઉત્પાદન ડિમાન્ડ કરતા ઘણું ઓછું છે પરંતુ હવે ઈથનોલ ઉત્પાદન વધારવા માટે ભાર મુકવામાં આવી રહ્યો છે કારણ કે ખાંડ ઉદ્યોગનું ભારણ તો ઓછું કરવા માંગે છે પણ સાથોસાથ પેટ્રોલ જે યાત કરવું પડી રહ્યું છે તેમાં પણ ઘટાડો લાવી શકાય.
સરકાર ઈથનોલ ઉત્પાદન વધારવા માટે કટિબદ્ધ છે અને હાલ 10% ઈથનોલ પેટ્રોલમાં મિક્સ કરવાનું નક્કી થયું છે અને સરકારનો ટાર્ગેટ 2030 સુધીમાં 20% ઈથનોલ મિક્સ કરવાનો છે.
Pl inform suitable Consultancy or Agency for instalation of 300 TCD plant for Juice to Ethnol.
If any one have more idea, pl share.
Govt policy,
Licensing,
Finance,
Plant suitablety etc.