છેલ્લા ઘણા સમયથી ખાંડની ન્યુનતમ વેચાણ કિંમત વધારવા માટે ખેડૂતો અને ખાંડ મિલ માલિકો અને સ્નાગઠનો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું અને સરકારમાં પણ વારંવાર રજુઆર કરાવામાં આવ્યા બાદ હવે સરકાર ખાંડની ન્યૂનતમ વેચાણ કિંમત વધારવા વિચારી રહી છે.
આ માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઑફિસ સીધી પ્રસ્તાવની તપાસ કરી રહી છે, અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે નિર્ણય કરશે
સરકાર જો આ અંગે નિર્ણય લેશે અને ન્યુનતમ વેચાણ કિમંતમાં વધારો કરશે તો ચોક્કસ ખેડૂતોને મદદ કરશે, જેઓ વૈશ્વિક મૂલ્યમાં ઘટાડો અને રૂપિયાની મજબૂતાઇને કારણે તેમના સરપ્લસની નિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદેશી વેચાણ માટે સરકારનું દબાણ હોવા છતાં નવી દિલ્હી દ્વારા ભારતની ખાંડની નિકાસ 5 મિલિયન ટનની લક્ષ્યની તુલનાએ ઘણી ઓછી છે.
દરમિયાન સરકાર પણ 2019માં ચૂંટણી આવી રહી છે તેના સંદર્ભમાં વડા પ્રધાન બધાને લાભકારી નિર્ણય લે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે