Union Budget 2020-21 નાણામંત્રી નિર્મલા સીતારમણએ આગામી બજેટમાં અને વધુ સારા ઉપાય માટે સામાન્ય જનતા પાસે સલાહ અને વિચાર માંગ્યા છે. આ સલાહ આમ જનતા પાસેથી કેન્દ્ર સરકારની વેબસાઇટ mygov.in દ્વારા મંગાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા એ પ્રયત્ન છે કે બજેટને તેના દ્વારા પોર્ટિસિપેટિવ અને ઇન્ક્લૂસિવ એટલે કે સહભાગી અને સમાવેશી બનાવવાનો છે. નિર્મલા સીતારમણે આ અંગે ટ્વિટ કર્યું છે. તેમાં તેમણે આમ જનતા પાસે બજેટને લઇને આઇડિયા અને સલાહ આપવાની અપીલ કરી છે.
પોતાની ટ્વિટર પોસ્ટમાં નાણામંત્રીએ લખ્યું કે જો તમે બજેટ 2020 પર કોઇપણ સલાહ આપવા માંગો છો તો તમે @mygovindia દ્વારા તેને સરકાર સુધી મોકલી શકો છો. માનવામાં આવી રહ્યું છે કે બજેટ આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે સામાન્ય નાગરિક આ સલાહ 20 જાન્યુઆરી 2020 સુધી આપી શકે છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે લોકો ઇચ્છે તો પોતાની સલાહ ડાયરેક્ટ કમેન્ટ બોક્સમાં આપી શકે છે અથવા ખાસ હૈશટૈગ #IncomeTax #Finance #Farmers #Agriculture #Health #Education #Environment #WaterConservation #GST #Employment #Entrepreneurship #Railways #Infrastructure #Others સાથે પીડીએફ ડોક્યૂમેન્ટ અટેચ કરી આપી શકે છે.
નાણામંત્રી સોમવારે ડિજિટલ ઇકોનોમી, ફિનટેક અને સ્ટાર્ટઅપથી પ્રી બજેટ કંસલ્ટેશન લેવાનું શરૂ કરી દીધું છે. પ્રી બજેટ ડિસ્કશનમાં ડિજિટલ ઇન્ફ્રા સ્ટ્રક્ચર અને સરકારની ભૂમિકા, ડિજિટલ ઇકોનોમીના રેગુલેશન, ટેક્સ અને બીજા કોઇ મુદ્દા પર ચર્ચા થશે. સરકાર ડિજિટલ ઇકોનોમી પર વિશેષ ધ્યાન આપી રહી છે. તેના માટે સતત પ્રયત્નો ચાલુ છે.