જુલાઈ 2023 માટે ₹1,65,105 કરોડની ગ્રોસ જીએસટી આવક એકઠી થઈ

જુલાઈ, 2023ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ જીએસટી આવક ₹1,65,105 કરોડ છે જેમાંથી સીજીએસટી ₹29,773 કરોડ છે, એસજીએસટી ₹37,623 કરોડ છે , આઇજીએસટી ₹85,930 કરોડ છે (માલની આયાત પર એકઠા થયેલા ₹ 41,239 કરોડ સહિત) અને સેસ ₹11,779 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹ 840 કરોડ સહિત) છે.

સરકારે આઇજીએસટીમાંથી સીજીએસટીને ₹39,785 કરોડ અને એસજીએસટીને ₹33,188 કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ બાદ જુલાઈ 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટી માટે ₹69,558 કરોડ અને એસજીએસટી માટે ₹70,811 કરોડ છે.

જુલાઈ 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં જીએસટીની આવક કરતા 11 ટકા વધારે છે. મહિના દરમિયાન, ઘરેલુ વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થતી આવક કરતા 15% વધુ છે. પાંચમી વખત ગ્રોસ જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

(Source: PIB)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here