ગુયાનાના નવા રાષ્ટ્રપતિએ ખાંડ ઉદ્યોગને આગળ લઇ જવાની વાત ઉચ્ચારી

ગુયાનાના નવા રાષ્ટ્રપતિ મોહંમદ ઇરફાન અલીએ પોતાના 9 ઓગસ્ટના ઉદઘાટન સમારોહમાં ઉદ્યોગને ફરી આગળ લઇ જવાની વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે આપણે ફરી આપણી અર્થ વ્યવસ્થાને ઊંચાઈ પર પહોંચાડવા માટે આગળ આવી રહ્યા છીએ અને ઉદ્યોગને આગળ ધપાવા માટે અને કર્મચારીઓને મદદ કરવા સરકારે મન બનાવી લીધું છે.

તેમને જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં ખાંડ ઉદ્યોગ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને શ્રમિકોને પણ તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા હતા. સરકારની ઔદ્યોગિક અને વાણિજ્ય નિકાસ સમિતિ દ્વારા ખાંડની સંપત્તિઓ પણ છીનવી લેવામાં આવી હતી.

રાષ્ટ્રપતિ અલીએ જણાવ્યું હતું કે મારી સરકાર છેલ્લી સરકારની નીતિઓ ધ્વંસ કરી લેશે જેને કારણે શ્રમિકોની હાલત કફોડી બની ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here