MSP પર 14 કૃષિ પાક ખરીદનાર હરિયાણા પ્રથમ રાજ્ય: CM મનોહર લાલ ખટ્ટર

ગુડગાંવ: મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે હરિયાણા દેશનું પહેલું રાજ્ય છે જેણે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર 14 કૃષિ પાકની ખરીદી શરુ કરી છે. ઘઉં અને ડાંગરની સાથે સરકાર 367 મંડીઓ દ્વારા તેલીબિયાં, બાજરી, મગ અને અન્ય અનાજની ખરીદી પણ કરી રહી છે.

હરિયાણા હાલમાં MSP પર ઘઉં, સરસવ, જવ, ચણા, ડાંગર, મકાઈ, બાજરી, કપાસ, સૂર્યમુખી, મગ, મગફળી, અરહર, અડદ અને તલની ખરીદી કરી રહ્યું છે. મોટાભાગના રાજ્યો ઘઉં, ડાંગર, કપાસ અને શેરડી જેવા કેટલાક લોકપ્રિય પાક MSP પર ખરીદે છે.

ખટ્ટર, જેઓ પલવલની ત્રણ દિવસની મુલાકાતે છે, તેમણે ખેડૂતોને ખાતરી આપી કે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને કારણે પાકના નુકસાનનું વળતર મેના અંત સુધીમાં તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પાકના નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે શરૂ કરાયેલી યોજનાઓની યાદી આપતા ખટ્ટરે કહ્યું કે નુકસાન પામેલા પાક માટે ખાસ ગિરદાવરી (પાકનું નિરીક્ષણ) કરવામાં આવી રહી છે. તેમણે પલવલના હોડલમાં જનસંવાદ કાર્યક્રમ દરમિયાન જનતા સાથે વાતચીત કરી હતી.

ખટ્ટરે કહ્યું કે, હોડલમાં 12,833 લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે અને 128 લોકોએ લગભગ 26 લાખ રૂપિયાની મફત તબીબી સારવારનો લાભ લીધો છે. તેમણે કહ્યું કે પરિવાર ઓળખ પત્ર દ્વારા કુલ 1,160 નવા રેશન કાર્ડ જારી કરવામાં આવ્યા છે.તેમણે એમ પણ કહ્યું કે સરકાર ભ્રષ્ટાચારને દૂર કરવા માટે નક્કર પગલાં લઈ રહી છે. સરકાર પારદર્શક રીતે કામ કરી રહી છે અને લાયક યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here