કોલ્હાપુર: તાજેતરના ભારે વરસાદથી કોલ્હાપુર જિલ્લાના આશરે 506 ગામોમાં પાકને નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શેરડી, સોયાબીન, મગફળી અને ડાંગરના પાકને ભારે અસર થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પંચગંગા નદીના કાંઠે ઉગાડવામાં આવેલા પાકને નુકશાન થયાના અહેવાલ છે. શેરડીનાં ખેતરો અનેક જગ્યાએ ડૂબી ગયા છે. જો પાક લાંબા સમય સુધી પાણીની નીચે રહે તો સડવાની સંભાવના છે.
પ્રારંભિક અંદાજ મુજબ જિલ્લામાં 22,000 હેક્ટરમાં પાકને નુકસાન થવાની સંભાવના છે. અધિકારીઓએ કહ્યું કે, લગભગ 40,000 પરિવારોને અસર થઈ શકે છે. રાધનગરી તાલુકાના 105 ગામો, કરવીર તાલુકાના 97 ગામો અને પન્હલા તહસીલમાં પાકને અસર થઈ છે. આ મહિનાના અંતમાં અંતિમ આકારણી થવાની સંભાવના છે.