ગુરુવારે પુણેમાં ભારે વરસાદને પગલે આવેલાપૂરને કારણે મૃત્યુઆંકની સંખ્યા 13 સુધી પહોંચી હતી અને પાંચ જિલ્લામાં શાળા અને કોલેજો બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પુણે જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે પુણે શહેર,પુરંદર,બારામતી, ભોર અને હવેલી જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં ગુરુવારે રજા જાહેર કરી દીધી છે.
સહકારનગર વિસ્તારમાં બુધવારે દિવાલ તૂટી પડવાની ઘટનામાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે ગુરુવારે સવારે સિંહગ રોડ નજીક નહેરમાં વાહનમાંથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા અન્ય એક લાશ મળી આવી હતી. સાત મૃતકોમાં એક બાળક છે.
એનડીઆરએફની ત્રણ ટીમો સહિત એક,બારમતીમાં અને બે અન્ય શહેર વિસ્તારની, જિલ્લામાં સર્ચ અને બચાવ કામગીરી તૈનાત કરવામાં આવી છે.
બુધવારે,ભારત હવામાન વિભાગ (આઇએમડી)એ મુંબઈ અને મહારાષ્ટ્રના નજીકના વિસ્તારોમાં તીવ્ર વાવાઝોડાની આગાહી કરી હતી.