દેશનો ઓટો ઉદ્યોગ મંદીની લપેટમાં છે. ઘણી દિગ્ગજ કંપનીઓએ પોતાનું પ્રોડક્શન ઓછું કરી નાખ્યું છે, સાથે જ ઘણાં શો રૂમ પર પણ તાળા લાગી ગયા છે. વાહન વેચાણમાં ઘટાડાને કારણે લાખો કર્મચારીઓ એક ઝટકે બેરોજગારીનો ભોગ બન્યા છે. આ મામલે ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન (FADA)નું કહેવું છે કે, છેલ્લા ત્રણ મહિના દરમિયાન હોલસેલ વિક્રેતાઓએ લગભગ બે લાખ કર્મચારીઓની છટણી કરવી પડી છે. FADA પ્રમાણે, હજી આમાં સુધારો થવાની કોઈ સંભાવના જોવા નથી મળી રહી. એવામાં અત્યારે વધુ શો રૂમ્ બંધ થવાને આરે આવી પહોંચ્યા છે. સાથે જ છટણીનો દોર પણ જારી રહી શકે છે.
છટણી સિવાય કોઈ ઉપાય નથી
FADA અધ્યક્ષે આશીષ હર્ષરાજ કાલેનું કહેવું છે કે, વેચાણમાં મંદિને પગલે કર્મચારીઓની છટણી કરવા સિવાય કોઈ ઉપાય નથી રહ્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, મોટાભાગની છટણી ફ્રન્ટ અને વેચાણમાં થઈ રહી છે. જો ઓટો સેક્ટરમાં આવી જ સુસ્તી ચાલુ રહેશે તો ટેક્નિકલ સેક્ટરથી પણ છટણીની સંભાવનાઓ વધી શકે છે. સમગ્ર દેશમાં 15,000 ડિલરો દ્રારા સંચાલિત 26,000 વાહન શો-રૂમોમાં લગભગ 25 લાખ લોકોને ડાયરેક્ટ રોજગાર મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં ડિલરશીપથી બે લાખ લોકોની છટણી કરવામાં આવી છે.
દેશમાં 3 મહિનામાં 2 લાખ લોકો થયા બેકાર
ઓટો સેક્ટર પર છટણીના વાદળો એક વર્ષ પહેલા સુધી 18 મહિનામાં દેશભરમાં 271 શહેરોમાં 286 શો રૂમ બંધ થઈ ગયા છે. જેમાં 32,000 લોકો કામ કરી રહ્યા હતા. બે લાખ નોકરીઓનો આ કાપ વધારે છે. કાલેએ જણાવ્યું કે, સારા ચૂંટણી પરિણામો અને બજેટ છતા વાહન ક્ષેત્રે મંદી છે. ઓટો સેક્ટરમાં તેજી લાવવા માટે જીએસટીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી રહી છે.