રાજ્યમાં હવામાન વિભાગી આગાહીના પગલે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટિની બેઠક મળી હતી. ગુજરાતમાંથી કુલ 1760 જેટલી બોટ અત્યારે દરિયામાં છે, જે પૈકી સૌથી વધુ પોરબંદર જુલ્લાની 1152 બોટ દરિયામાં જેમાં 251 માછીમારો સવાર છે. તમામ માછીમારોને પરત ફરવા સુચના આપી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગની હોવાથી તમામ વિભાગોની બેઠક બોલાવી છે. ગુજરાતમાં કોઇપણ પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોનું સંકલન સાધવામાં આવશે તેવું એમ.કે કોઠારીએ જણાવ્યું હતું.
અરબી સમૂદ્રમાં પણ હવાનું દબાણ સર્જાયું છે. જેથી રાજ્યની જનતાને બહુ જલદી ગરમીમાંથી રાહત મળે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે, કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કિનારાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 48 કલાકમાં ચક્રવાતી તોફાન આવી શકે છે. તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી કરાઈ છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ અસર જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. 9૦ થી 1૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આવામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગીર, સોમનાથ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, દીવમાં અસર જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થશે. 14 તારીખે પોરબંદર જામનગર દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરીને તંત્રને એલર્ટ કરાયું છે. તમામ પોર્ટ પર નંબર 1નું સિગ્નલ લગાવ્યું