નૈરોબી: આયાત પર પ્રતિબંધ બાદ છેલ્લા એક અઠવાડિયામાં ખાંડના છૂટક ભાવમાં વધારો થયો છે. ખાંડનો સંગ્રહખોરી પણ થવાની દહેશત છે. સુગર નિર્દેશાલયે હવે ભાવ વધારા અંગે તપાસ શરૂ કરી છે.
સુગર નિર્દેશાલયે જણાવ્યું હતું કે, બજારમાં અણધાર્યું અને કિંમતોમાં અચાનક ઉછાળો આવતા વેલ્યુ ચેઇનનું શું થયું છે તે શોધવા માટે હવે તપાસ ચાલી રહી છે. સુગર મિલના વચગાળાના વડા રોઝમેરી ઓવિનોએ જણાવ્યું હતું કે સપ્લાયમાં અચાનક વિક્ષેપ થયો હતો (પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ) કૃષિ કેબિનેટ સચિવ (સીએસ) પીટર મુન્યાએ બે અઠવાડિયા પહેલા આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો અને હાલની આયાત પરમિટોને રદ કરી દીધી હતી. હતી.
મુન્યાએ જણાવ્યું કે દેશમાં ખાંડની વધતી આયાતથી સ્થાનિક ખાંડ ઉત્પાદકોના વેચાણ ઉપર નકારાત્મક અસર પડી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ખાંડની આયાતમાં 21 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા બે મહિનામાં સ્થાનિક ઉત્પાદનમાં થોડો સુધારો નોંધાયો છે.