સપ્ટેમ્બરમાં રજાઓનો ધમધમાટ, બેંકો 16 દિવસ માટે બંધ રહેશે, RBI દ્વારા જાહેર કરાયેલ યાદી

ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છે. સપ્ટેમ્બર 2023 શરૂ થશે. એવામાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો આવતા મહિનાની બેંકની રજાઓની યાદી તપાસો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સપ્ટેમ્બર મહિનાની રજાઓની યાદી જાહેર કરી છે. તે મુજબ આ મહિનામાં 16 દિવસ સુધી બેંકોમાં કોઈ કામ નહીં થાય.

આજતકમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, દર મહિને સેન્ટ્રલ બેંક દ્વારા તેની વેબસાઇટ પર બેંક રજાઓની સૂચિ અપલોડ કરવામાં આવે છે. સપ્ટેમ્બર 2023માં બેંકો સોળ દિવસ માટે બંધ રહેશે. તેમાં વિવિધ રાજ્યો, શહેરો, ચાર રવિવાર અને બીજા અને ચોથા શનિવારના તહેવારોનો સમાવેશ થાય છે.

બેંક રજાઓ રાજ્યો અને શહેરોમાં અલગ અલગ હોઈ શકે છે. સપ્ટેમ્બરમાં કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને ઈદ-એ-મિલાદ-ઉન-નબી જેવા તહેવારો છે, જે દિવસે આરબીઆઈએ બેંક રજાઓ જાહેર કરી છે. આ સિવાય 3જી, 9મી, 10મી, 17મી, 23મી અને 24મી સપ્ટેમ્બરે રવિવાર અને બીજો ચોથો શનિવાર હોવાથી બેંકોમાં કોઈ કામકાજ રહેશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here