ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કેવી રીતે બજારને અસર કરશે?

ઈરાની ક્રૂડ ઓઈલ નિકાસ પર અમેરિકાની પ્રતિબંધો અને  વેનેઝુએલાથી આઉટપુટ ઘટી રહ્યું  છે ડીયમન્ડ વધારો થતા  છેલ્લા કેટલાક મહિનાથી ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો છે.
 
બ્રેન્ટ ક્રૂડની કિંમત હાલ $૭૮ / બીબીએલની આસપાસ છે, જે $૮૦/ બીબીએલ માર્ક  (મે-હાઇ) તરફ જઈ રહી  છે.પરિણામે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. ભારતમાં, ઓઇલ કંપનીઓએ રોજિંદા ધોરણે ઇંધણની કિંમતો નક્કી કરે છે જેમાં ખાસ સમયથી કિમંતમાં વધારો સુચવામાં આવી રહ્યો છે 
 
ક્રૂડ તેલના ભાવોને પ્રભાવિત કરનાર પરિબળો
 
સપ્લાય-ડિમાન્ડ સમીકરણ અને માર્કેટ સેન્ટિમેન્ટ એ બે મુખ્ય પરિબળો છે જે તેલના ભાવને પ્રભાવિત કરે છે. ભાવો હેજિંગ અને અટકળો દ્વારા સામાન્ય રીતે બજાર ચલાવનારા  દ્વારા નક્કી કરવામાં આવે છે.
 
ઇન્ટરન્ટિનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ) પર જે વેપાર કરે છે તે બ્રેન્ટ ક્રુડ વૈશ્વિક તેલના ભાવ માટેનો બેન્ચમાર્ક છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ માટે બીજું બેન્ચમાર્ક છે, પરંતુ તે ઉત્તર અમેરિકા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ન્યૂ યોર્ક મર્કન્ટાઇલ એક્સચેન્જ (એનવાયએમએક્સ) પર ટ્રેડ કરે છે.
 
ફ્યુચર્સના ભાવ અને ક્રૂડ ઓઇલના સ્પોટ પ્રાઈસ વચ્ચેનો તફાવત રોકાણકારની ભાવના સૂચવે છે.
 
ઓપેક
 
ઓર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ (ઓપેક) વિશ્વની તેલની સપ્લાયમાંથી  ૪૦ ટકા અને વૈશ્વિક સ્તરે તેલના ૬૦ ટકા જેટલા માટે જવાબદાર છે. 
 
ઓપેકના સભ્ય દેશો અલ્જેરિયા, અંગોલા, ઇક્વાડોર, ઇન્ડોનેશિયા, ઈરાન, ઇરાક, કુવૈત, લિબિયા, નાઇજિરીયા, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત અને વેનેઝુએલા છે.
 
ક્રૂડ ઓઈલના ભાવમાં કેવી રીતે વધારો થયો છે?
 
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં અસર થઈ છે. એસએન્ડપી બીએસઈ ઓઈલ અને ગેસ ઈન્ડેક્સ લગભગ ૧૧ ટકા યર ટુ  ડેઈટ  જોવા મળી  મળ્યું છે.ભારતમાં, ક્રૂડ ઓઈલના વધતા જતા ભાવ રૂપિયાના અવમૂલ્યનમાં પણ ફાળો આપ્યો છે, જે આ વર્ષે ૧૩ ટકા ઘટ્યો છે.
SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here