દેશમાં આગામી ચાર દિવસ દરમિયાન 15 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

દેશના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે અને તે ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે દેશમાં સક્રિય ચોમાસાના કારણે આગામી 4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. IMDએ ચેતવણી આપી છે કે આ વિસ્તારોમાં વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી શકે છે. અરુણાચલ પ્રદેશ અને આસામ અને મેઘાલયમાં ગાજવીજ અને વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજે અને આવતીકાલે, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આજે ભારે વરસાદની સંભાવના છે.

બીજી તરફ ગઈકાલે પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. એમપીને અડીને આવેલા છત્તીસગઢમાં 6 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઉપરના વિસ્તારોમાં આજે, આવતીકાલ અને 6 સપ્ટેમ્બર માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ઓડિશામાં 5 અને 6 સપ્ટેમ્બરે વરસાદનું એલર્ટ પણ છે.

દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને તે 6 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની ધારણા છે. જ્યારે ઉત્તરમાં 4 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. 4 અને 5 સપ્ટેમ્બરે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની પણ શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here